Site icon

અનુજ કાપડિયાનું રહસ્ય વનરાજ સામે ખૂલ્યું, શું સમર અને નંદિનીનો સંબંધ તૂટી જશે; જાણો ‘અનુપમા’ના આવનારા એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

અનુજ કાપડિયાએ સિરિયલ ‘અનુપમા’માં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તમે જોયું કે અનુપમા કૉલેજ રીયુનિયન પાર્ટીમાં અનુજ કાપડિયાને મળે છે, પરંતુ તે અજાણ છે કે તે છોકરો તેની કૉલેજમાં હતો. અનુજ અનુપમાને સારી રીતે જાણે છે એનાથી તે અજાણ છે. અનુપમા પહેલાં વનરાજ વિશે વિચારે છે, કારણ કે અનુજ તેની મિલકત ખરીદવા માગતો હતો.

અનુપમા અને અનુજ પાર્ટી ડાન્સ કરી રહ્યાં છે અને પછી વનરાજ અને કાવ્યા ત્યાં પહોંચ્યાં. વનરાજ અનુપમાને અનુજ સાથે આ રીતે ડાન્સ કરતાં જોઈને ચોંકી જાય છે અને ઈર્ષ્યાથી ભરાઈ જાય છે. એટલું જ નહીં, તેને ખબર પડી કે અનુજ કૉલેજના દિવસોમાં અનુપમાના પ્રેમમાં પાગલ હતો, તેણે દેવિકા પાસેથી આ સાંભળ્યું હતું. તેને ગુસ્સો આવે છે. તે અનુપમાને ત્યાં પણ ટોણો  મારે  છે.

અહીં સમર અને નંદિનીનું જીવન નવા તોફાન અને સંઘર્ષ માટે તૈયાર છે. સમર નંદિનીને પ્રેમ કરે છે અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. સમર અને નંદિની પ્રેમમાં છે અને અહીં નંદિનીનો ભૂતકાળ પાછો ફર્યો છે. નંદિનીનો પહેલો પ્રેમ રોહિત દાખલ થયો છે. નંદિની આ બાબતને સમાપ્ત કરવા માટે રોહનને મળવા જાય છે અને તેને છોડી દેવાનું કહે છે. સમર ત્યાં આવે છે, કારણ કે રોહન જવાની ના પાડે છે અને નંદિનીને કહે છે કે પહેલો પ્રેમ પહેલો પ્રેમ છે અને તે તેને ક્યારેય ભૂલી શકે એમ નથી. રોહન નંદિનીને નંદુ કહે છે, જે સાંભળીને સમરને ગુસ્સો આવે છે અને તે રોહન પર હાથ ઉપાડે છે. આ જોઈ નંદિનીને આઘાત લાગે છે અને સમરને આવું ન કરવાની ચેતવણી આપે છે કારણ કે તે જાણે છે કે સમર તેના જેવા નથી અને તે વસ્તુઓ બગાડવા માગતી નથી.

હિના ખાન આ સાઉથના સ્ટાર સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ, સંપૂર્ણ વિગતો વાંચો અહીં

હવે શોમાં આગળ શું થશે એ જોવું રસપ્રદ રહેશે. અનુજ વનરાજ સાથે 5 કરોડનો સોદો કરશે? શું વનરાજ અનુપમાને ગુમાવ્યાનો અફસોસ કરશે? શું કાવ્યા અનુપમાને શાહ હાઉસમાંથી બહાર કાઢી શકશે? શું સમર અને નંદિનીનું બ્રેકઅપ થશે? આ તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version