Site icon News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’ માં શાહ પરિવારમાં થશે નવી એન્ટ્રી, રાખી દવે ઉઠાવશે મોટું પગલું, પરિતોષ ના ઉડી જશે હોશ; જાણો શો માં આવનાર ટ્વિસ્ટ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

સ્ટાર પ્લસનો શો 'અનુપમા' આઠમા સપ્તાહના TRP રિપોર્ટમાં ફરી એકવાર ટોપ પર છે. રૂપાલી ગાંગુલીનો આ શો ઘણા સમયથી દર્શકોનો ફેવરિટ રહ્યો છે. અનુ અને અનુજની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે. ટીવી સિરિયલ અનુપમા માં હવે શાહ હાઉસમાં ઘણું બધું થવાનું છે. વાર્તામાં આગામી સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવશે જ્યારે રાખી દવે અનુપમામાં એન્ટ્રી કરશે. કિંજલની માતા રાખી દવે ફરી એકવાર શાહ પરિવાર માટે મોટો ધડાકો કરવા જઈ રહી છે. પરિતોષ અને કિંજલ તેમના માતા પિતા ની સફર શરૂ કરવાના છે. દરેક વ્યક્તિ આ સુંદર નવી શરૂઆત માટે ખૂબ જ ઉત્સાહિત છે. જો કે, રાખી દવેને કંઈક ખોટું લાગે છે કારણ કે તેણીએ જોયું કે પરિતોષ એટલો ખુશ નથી.

હવે અહીંથી અનુપમાનો નવો ટ્રેક શરૂ થશે, જ્યારે રાખી દવે આ ખુશખબર આગની જેમ ફેલાવશે. હવે આને લઇ ને પરિતોષની ગર્લફ્રેન્ડ માટે એક મોટો  ડ્રામા થવા જઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે પરિતોષની ગર્લફ્રેન્ડનું રાખી દવે સાથે ખાસ કનેક્શન છે. પરિતોષની ગર્લફ્રેન્ડ રાખી દવેની અગાઉની કંપનીમાં સહ-કર્મચારી છે. હવે આ સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ લાવશે કારણ કે રાખી દવે તેને પકડી લેશે અને આ મોટું સત્ય બધાની સામે આવશે.આગળ વાર્તામાં ઘણો  ડ્રામા થવાનો છે કારણ કે રાખી દવે તેની પુત્રી સાથે આટલો મોટો અન્યાય સ્વીકારવા તૈયાર નથી. બેબી શાવર સમારંભમાં શાહ પરિવારમાં એક નવો તમાશો અને નવું કૌભાંડ બહાર આવશે. ચાલો જોઈએ કે કેવી રીતે રાખી દવે પરિતોષની ગર્લફ્રેન્ડ ઉર્ફે શાહની નવી વહુને પરિવારમાં લાવીને બધાને હચમચાવી નાખશે.

કંગના રનૌતના મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો ‘લૉક અપ માં આવશે નવો 'જેલર', શો માં એન્ટ્રી કરશે ટેલિવિઝન નો આ હેન્ડસમ એક્ટર! જાણો વિગત

અનુપમાના આગામી ટ્રેકમાં આપણે જોઈશું કે પરિતોષ સિવાય શાહ પરિવારમાં દરેક જણ ઉત્સાહિત છે. અનુપમાને શંકા છે કે પરિતોષ અને કિંજલ વચ્ચે બધુ બરાબર નથી પરંતુ તે તેના વિશે ચોક્કસ નથી. અનુપમા અને વનરાજ પણ દાદા-દાદી બનીને ખુશ છે. પરંતુ પરિતોષ બધાને આશ્ચર્યચકિત કરી દેશે જ્યારે તે જાહેર કરશે કે હું હજુ પિતા બનવા માંગતો નથી. જ્યારે કિંજલ માતા બનવા માટે તૈયાર છે. હવે શોમાં આગળ શું થાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

Rupali Ganguly HC AI Deepfakes Case ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી પહોંચી હાઈકોર્ટ AI ડીપફેક અને ઓળખના દુરુપયોગ સામે કરી કાનૂની અરજી
King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Exit mobile version