Site icon News Continuous Bureau | Mumbai

તોશુ ને મળવા શાહ હાઉસ આવશે તેની ગર્લફ્રેન્ડ-શાહ હાઉસ માં થશે એક્સ્ટ્રા મેરિટલ અફેર નું પુનરાવર્તન-શું  કિંજલ બનશે બીજી અનુપમા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે 

 News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama)માં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે.જેવા કે અનુજનો એક્સિડન્ટ, પ્રોપર્ટી કાવતરું અને પાખી-અધિક નું અફેર વગેરે વગેરે પરંતુ આ બધું મેકર્સ માટે કામ ના લાગ્યું. સોશિયલ મીડિયા પર શોની સતત ટ્રોલિંગ(trolling) પછી, ગયા અઠવાડિયે શો લાંબા સમય પછી ટીઆરપી લિસ્ટમાં(TRP list) નંબર 1 થી સરકીને નંબર 2 પર આવી ગયો છે. પરંતુ હવે એવું લાગે છે કે મેકર્સે શોમાં એ જ ટ્વિસ્ટ લાવવાની યોજના બનાવી છે જ્યાંથી શો શરૂ થયો હતો. હા! આ શોની શરૂઆત વનરાજ અને કાવ્યાના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી(extra marital affair) થઈ હતી, હવે વનરાજના પુત્ર પરિતોષ દ્વારા આ જ વાર્તાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.

Join Our WhatsApp Channel

આજે  ટેલિકાસ્ટ થવા જઈ રહેલા એપિસોડમાં ઘર ની દરેક વ્યક્તિ નામકરણની વિધિમાં વ્યસ્ત જોવા મળશે. પરંતુ આ દરમિયાન વિસ્ફોટ થશે જ્યારે અનુપમાને પારિતોષ એટલે કે તોશુ ના મોબાઈલ પર કોઈ નો ફોન (call)આવશે., અનુપમા એ ફોનઉપાડતા જ એક છોકરીનો અવાજ આવશે. આ અવાજ તોશુની ગર્લફ્રેન્ડનો(girlfriend) હશે, જે તેને મળવા રાજકોટથી અમદાવાદ(Ahmedabad) આવી છે.હવે આ ટ્વિસ્ટ(twist) પછી જોવાનું એ રહેશે કે વનરાજ અને કાવ્યાએ અનુપમા સાથે જે કર્યું હતું, એટલે કે જો તેને તેના જ ઘરમાં સૌતાન સાથે રહેવું પડ્યું તો શું કિંજલની પણ આવી જ હાલત થશે? કિંજલના જીવનમાં પણ કોઈ કાવ્યા હશે? સોશિયલ મીડિયા પર પણ સ્ટોરીના આ વળાંકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : ફાઈનલી- મળી ગયા નવા તારક મહેતા- હવે આ એક્ટર બનશે જેઠાલાલના ફાયરબ્રિગેડ

જો કે, એવું લાગે છે કે આ સંવેદનશીલ ક્ષણમાં અનુપમા તેની પુત્રવધૂ કિંજલ ની સાથે ઉભેલી (support)જોવા મળશે. તે પારિતોષ ને સખત ઠપકો આપશે અને કિંજલને ટેકો આપશે. તે સમગ્ર શાહ હાઉસની સામે વનરાજ અને તેના પુત્રને શિષ્ટાચારનો પાઠ સંભળાવશે.ગમે તે હોય, પણ નિર્માતાઓએ તેમના ચાહકોને સીરીયલ તરફ આકર્ષિત રાખવા માટે વાર્તાને ફરીથી મનોરંજક(entertainment) બનાવી છે તે ચોક્કસ છે. આ સાથે શોમાં તોશુની ગર્લફ્રેન્ડના રોલમાં અન્ય એક એન્ટ્રીની પણ આશા રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન-ફોટોમાં દેખાતી માંજરી આંખો વાળી છોકરી છે આજે બોલિવૂડની સફળ અભિનેત્રી-આલિયા ભટ્ટ સાથે છે તેનું ખાસ કનેક્શન  

Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Prabhas Fauzi Teaser Out પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ રિલીઝ ડેટ લંબાવાઈ, હવે ૨૦૨૭માં સિનેમાઘરોમાં મચાવશે ધૂમ!
Ramayana Advance Booking Day 1 રણબીર કપૂરની ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર તરખાટ એડવાન્સ બુકિંગમાં ₹૯ કરોડ પાર, ‘મિર્ઝાપુર ધ મૂવી’ નો રેકોર્ડ તોડ્યો!
Exit mobile version