Site icon

શું બાબુજી અનુપમા-અનુજના લગ્ન કરાવશે? અનુપમા-અનુજની વાર્તામાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ; જાણો અનુપમા ના આગલા એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

 રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર સિરિયલ 'અનુપમા'ની વાર્તા દરેક પસાર થતા દિવસે નવો વળાંક લઈ રહી છે. ટીઆરપીમાં પણ અનુપમા સિરિયલે તમામ ડ્રામા શોને પાછળ છોડી દીધા છે. અનુપમા સિરિયલમાં એક મધ્યમ વર્ગીય પરિવારની વાર્તા બતાવવાનો પ્રયાસ કરવામાં  આવ્યો છે. જેમાં એક વહુ જે હવે દીકરી બનીને પરિવારને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ તેના સપનાને પણ ઉડાન આપવા માંગે છે. અનુપમાના ચાહકોને હવે વાર્તામાં નવો વળાંક જોવા મળશે. જ્યાં કાવ્યાએ શાહ પરિવારને રસ્તા પર લાવવાની વાત કરીને વનરાજનું દિલ દુભાવ્યું છે. બીજી તરફ, અનુપમા ફરી એકવાર શાહ પરિવારને સંભાળીને અનુજનું દિલ જીતી લેશે.

અનુપમા સિરિયલમાં, બાપુજીને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે અનુપમાના જીવનમાં અનુજનું આવવું કેટલું મહત્વનું છે. બાપુજી એટલે કે હસમુખ શાહ તેમની પુત્રી અનુપમાને કહેશે કે કાન્હાજીએ અનુજને તેના માટે મોકલ્યો છે. અનુજને તારા જીવનમાં મોકલવામાં ભગવાનનો હાથ હતો, પણ તેને હૃદયમાં સ્થાન આપવામાં અનુપમાનો હાથ હશે. બાપુજીની આ બધી વાતો સાંભળીને અનુપમા ચોંકી ઉઠશે. આ પછી અનુપમા મૂંઝવણમાં હશે કે તેણીએ તેના જીવનમાં કયો નવો વળાંક આપવાનો છે.

અનુપમાના ચાહકો માટે ખરાબ સમાચાર, સિરિયલમાં આ ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું થયું નિધન ; જાણો વિગત

પરિવાર અને બાળકોની ખુશી માટે વનરાજ ફરી એકવાર પહેલા જેવો વનરાજ બનતો જોવા મળશે. કાવ્યાના કારનામા પછી વનરાજનો કાવ્યા પરથી વિશ્વાસ ઉઠી જશે. તે કાવ્યા સાથે તેવું જ વર્તન કરશે જેવું તે અનુપમા સાથે કરતો હતો. અનુપમાના ચાહકો ફરી એકવાર એ જ મસાલો જોવા જઈ રહ્યા છે પરંતુ એક સુંદર અને નવી લવસ્ટોરી સાથે. આ વખતે સમર-નંદિની અને તોશુ-કિંજલની લવસ્ટોરી નહીં, પરંતુ અનુજ અને અનુપમા ની લવસ્ટોરી જોવા મળશે. અનુપમાના ચાહકો લાંબા સમયથી આ પ્રેમ કહાનીની રાહ જોઈ રહ્યા હતા જે ટૂંક સમય માં તેમને જોવા મળશે.

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version