Site icon

અનુપમા-અનુજના લગ્ન પહેલા વનરાજને લાગવાનો છે મોટો ઝટકો, શાહ પરિવાર ને પોતાના ઈશારાઓ પર નચાવશે રાખી દવે; જાણો અનુપમા માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે

News Continuous Bureau | Mumbai

અનુપમાની વાર્તામાં ઘણું બધું ચાલી રહ્યું છે અને આવનારા એપિસોડમાં આપણને ઘણા રસપ્રદ વળાંકો જોવા મળશે. અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે અનુપમા આ વખતે શાહ હાઉસમાં કોઈ બેરોજગાર સભ્યની પરવા કરતી નથી અને તેથી તે કામ પર જાય છે. આમ અનુપમા તેની ડાન્સ એકેડમીમાં પહોંચે છે જ્યાં અનુજ તેની રાહ જોઈ રહ્યો હોય છે. લગ્ન પહેલા અનુજ અને અનુપમાનો રોમાંસ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. અનુજ એકેડમીમાં અનુપમાને ગજરો આપે છે. અનુપમા શરમાઈ જાય છે.  અનુપમા અને અનુજની આ પ્રેમભરી પળો એક સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Join Our WhatsApp Community

બીજી બાજુ વનરાજ ખૂબ જ નિરાશ થઈ રહ્યો છે અને આગળ શું કરવું તે સમજાતું નથી. બિચારો વનરાજ સંપૂર્ણપણે ભાંગી ગયો છે અને તેનું ભાવનાત્મક ભંગાણ સામે આવશે. વનરાજની નિરાશા ઓસરવાની નથી કારણ કે તેને હમણાં જ બીજો આંચકો લાગવાનો  છે. વનરાજને આ ફટકો કાવ્યા સિવાય બીજું કોઈ નહીં આપે. હવે કાવ્યા પણ વનરાજને છોડીને આગળ વધવા જઈ રહી છે. તમે સાંભળીને ચોંકી ગયા હશો પરંતુ સત્ય એ છે કે કાવ્યા હવે વનરાજથી છૂટાછેડા લેવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર થયો મીમ્સ નો વરસાદ; જુઓ રસપ્રદ વીડિયો અને પોસ્ટ

લોકપ્રિય શો અનુપમા શોના આગામી ટ્રેકમાં તમે કાવ્યાના કેટલાક મોટા દ્રશ્યો જોવાના છો. કાવ્યાને તેના ભવિષ્યની ચિંતા હોવાથી તેણે રાખીની મદદ લેવાનું નક્કી કરે છે. કાવ્યા રડશે કે તેની મદદ કરવાવાળું કોઈ નથી અને રાખીને બધો ડ્રામા ખબર પડી જશે. બીજી બાજુ, તોશુ પણ રાખીની મદદ માંગે છે જેનાથી કિંજલ એકદમ ચોંકી જાય છે. કિંજલ એ જોઈને નારાજ થઈ જાય છે કે તોશુમાં કોઈ આત્મસન્માન નથી અને તે ફરીથી રાખી પાસે મદદ માટે પૂછે છે. કિંજલને ચિંતા છે કે રાખીને સત્ય ખબર પડી ગઈ છે અને હવે તે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવશે. હકીકતમાં એવું જ થવાનું છે.હવે આગામી ટ્રેકમાં રાખી દવે કાવ્યાને મળશે અને બંને વચ્ચે મોટી ડીલ થવાની છે. રાખી કાવ્યાને નોકરીની ઓફર કરે છે અને નોકરી લીધા પછી વનરાજને છૂટાછેડા આપવાનું કહે છે. રાખીએ કાવ્યાને આગળ વધવાની અને શાહ હાઉસની બહાર જવાની સલાહ આપી. હવે આગામી ટ્રેકમાં વધુ શું ડ્રામા થશે તે જોવું રસપ્રદ રહેશે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version