ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરી વામિકાના જન્મથી જ મોં છુપાવી રહ્યા હતા, પરંતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચ દરમિયાન અનુષ્કા-વિરાટની દીકરીની પહેલી ઝલક જોવા મળી. આખી દુનિયાએ વામિકાની આ ઝલક ટીવી સ્ક્રીન પર જોઈ. તે સમયે વિરાટ કોહલી મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે તેની અડધી સદી પૂરી કરી હતી, જેના પર અનુષ્કા ખૂબ જ ખુશ હતી,વામિકાએ પિંક ડ્રેસ પહેર્યો હતો, જ્યારે અનુષ્કા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.
વામિકા અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વામિકાને પહેલીવાર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને તેની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે. વામિકાનો જન્મ ગયા વર્ષે 11 જાન્યુઆરીએ થયો હતો, ત્યારથી સોશિયલ મીડિયા પર તેની કોઈ તસવીર જોવા મળી નથી. હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
This is THE best moment of virat kohli's life…seriously waiting for 71st century wana see how he will celebrate will it be old agressive virat or lovely dad with cute celebration#vamika #ViratKohli #AnushkaSharma pic.twitter.com/ifIRcdNBKr
— Kishor Hegge (@HeggeKishor) January 23, 2022
જો કે, કોઈને વામિકાની સ્પષ્ટ તસવીર જોવા મળી ન હતી. વિરાટ કોહલી અને અનુષ્કા લાંબા સમયથી તેમની પુત્રીની તસવીર ક્લિક ન કરવાની અપીલ કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી હતી ત્યારે પણ વિરાટે કેમેરામેનને અપીલ કરી હતી કે તે વામિકાની તસવીર ક્લિક ન કરે.
દંપતીએ આ સબંધિત સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે, તે તેની પુત્રીની તસવીર વાયરલ ન કરે. વિરુશ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને મીડિયા પોર્ટલને તેમની પુત્રીના ચિત્રો પ્રકાશિત ન કરવા વિનંતી કરી અને કહ્યું કે તેઓ જાણતા ન હતા કે કેમેરા તેમના પર છે.