ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર
લંકેશ ના નામથી મશહૂર, ટેલિવિઝન જગતના ભીષ્મ પિતામહ, દમદાર અવાજ, અતુલનીય પર્સનાલિટી ધરાવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન રાવણ નો રોલ એટલો અતુલનીય રીતે ટેલિવિઝન પર પ્રસ્તુત કર્યો હતો કે આજે પણ તેમનો કિરદાર વખાણવામાં આવે છે. તેઓ શિવ મહિમ્ન સ્તોત્ર એક શ્વાસમાં બોલી શકતા હતા. તેમજ તેમની કારકિર્દી વખાણવા લાયક રહી હતી.
તેમના નિધન થી ભારતીય સિને સૃષ્ટિને એક સારા કલાકારની ખોટ પડી છે.