Site icon

અનન્યા પાંડે પછી, NCB હવે વધુ 3 સ્ટારકિડ્સની પણ કરી શકે છે પૂછપરછ! આર્યન ખાનની નવી વોટ્સએપ ચેટમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

મંગળવાર

 

અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં ડ્રગ્સના કેસમાં જેલમાં છે. તેના પર ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. આર્યન ખાનના જામીન પર મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા વોટ્સએપ ચેટના આધારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેનું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડે અને આર્યન ખાનની વોટ્સએપ ચેટ્સ સામે આવી છે. હવે આર્યન ખાનની જામીનની સુનાવણી પહેલા આ બંને સ્ટાર્સની વધુ એક ચેટ સામે આવી છે. એક મીડિયા હાઉસના સમાચાર મુજબ અનન્યા પાંડે અને આર્યન ખાન ડ્રગ્સ વિશે ચર્ચા  કરતા હતા. તેમજ, શાહરૂખ ખાનના પુત્રની બીજી ચેટ પણ સામે આવી છે જેમાં આર્યન ખાન તેના મિત્ર સાથે મજાક કરે છે અને તેને ડરાવે છે કે NCB તેના પર કાર્યવાહી કરશે.

એક મીડિયા હાઉસના સમાચાર અનુસાર, વોટ્સએપ ચેટમાં આર્યન ખાન એક અચિત કુમાર સાથે જથ્થાબંધ ડ્રગ્સ ખરીદવા માટે વાત કરી રહ્યો છે. આર્યન ખાને અચિત કુમાર પાસેથી રૂ. 80,000ની કિંમતનું ડ્રગ્સ (વીડ) મંગાવ્યું હતું. આર્યન ખાનના ફોનમાંથી મળી આવેલા  વોટ્સએપ ડેટામાં અન્ય બે લોકો સાથે ડ્રગ્સ પરની ગ્રુપ ચેટ પણ સામે આવી છે. અનન્યા પાંડે ઉપરાંત અન્ય ત્રણ સેલિબ્રિટી સ્ટારકિડ્સ સાથે આર્યન ખાનની ચેટ NCB  દ્વારા ટ્રેસ કરવામાં આવી છે.

NCBને જાણવા મળ્યું છે કે કેટલાક ડ્રગ પેડલર્સ અને સપ્લાયર્સ છે જેઓ તેમની કામગીરી  વિસ્તારી રહ્યા છે અને બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. NCB અનન્યા પાંડેની સપ્લાયર તરીકે પૂછપરછ કરી રહી છે જે આ ચેટ્સ અનુસાર ઓછી માત્રામાં ડીલ કરતી હતી. તમને જણાવી દઈએ કે આર્યન ખાનની મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. 

શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી 'બબિતાજી', જાણો શું હતો સમગ્ર મામલો

આર્યનના જામીન માટે, તેના વકીલોએ અત્યાર સુધીમાં ઘણી વખત જામીન અરજી કરી છે, પરંતુ દરેક વખતે કોર્ટે એક યા બીજા કારણસર તેની અરજી ફગાવી દીધી છે. આ મામલામાં છેલ્લી સુનાવણી 20 ઓક્ટોબરે થઈ હતી, જેમાં કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી, જોકે બધાને લાગ્યું હતું કે આર્યનને તે દિવસે છોડી દેવામાં આવશે, પરંતુ જામીન અરજી નામંજૂર કરવાનો કોર્ટનો નિર્ણય બધાને ચોંકાવનારો હતો.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version