Site icon

આર્થર રોડ જેલમાં આર્યન ખાન આ પુસ્તકો વાંચીને પોતાનો સમય વિતાવે છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

બૉલિવુડ ઍક્ટર શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન છેલ્લા ઘણા દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. ગયા અઠવાડિયે મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા તેની જામીન ફગાવી દેવાયા બાદ શાહરુખ તેના પુત્રને મળવા ગયો હતો. જોકે આર્યન ખાન વિશે તાજેતરમાં એક અપડેટ બહાર આવ્યું છે. લેટેસ્ટ રિપૉર્ટ મુજબ આર્યન પુસ્તકો વાંચીને પોતાનો સમય જેલમાં વિતાવી રહ્યો છે.

એક મીડિયા હાઉસમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર આર્યનને જેલની લાઇબ્રેરીમાંથી બે પુસ્તકો આપવામાં આવ્યાં છે. આ સમયે આર્યન ખાન પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરી રહ્યો છે. અહેવાલોથી જાણવા મળ્યું છે કે તે વિલ્બર સ્મિથનું ગોલ્ડન લાયન વાંચી રહ્યો છે અને ભગવાન રામ અને સીતાની વાર્તાઓ પર આધારિત પુસ્તક વાંચી રહ્યો છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન તેની જામીન અરજી ફગાવી દેવાથી ઘણો નારાજ હતો. એથી તેને જેલની લાઇબ્રેરીમાંથી પુસ્તકો લેવાની સલાહ આપવામાં આવી હતી.

હેલનને ચાર બાળકોના પિતા સલીમ ખાન સાથે લગ્ન કરવાનો હતો અફસોસ, આવી હતી બંનેની લવ સ્ટોરી; જાણો વિગત

શાહરુખ ખાન અને તેના પુત્રને ગયા અઠવાડિયે 18 મિનિટ સુધી મળ્યો હતો અને એકબીજા સાથે વાતચીત કરવા માટે જેલમાં ઇન્ટરકૉમનો ઉપયોગ કર્યો હતો. 3 ઑક્ટોબરની ધરપકડ બાદ આર્યન પ્રથમ વખત તેના પિતાને મળ્યો હતો. જ્યારે શાહરુખ ખાને ગયા અઠવાડિયે તેની પ્રથમ રજૂઆત કરી હતી, ત્યારે ગૌરી ખાન હજી તેના પુત્રને જોઈ શકી નથી. પરિવારે હવે જામીન માટે બૉમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે અને 26 ઑક્ટોબર, મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ
Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી
Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ
Exit mobile version