Site icon

રાજાશાહી ભોજન ખાવા ટેવાયેલા આર્યન ખાનને જેલમાં આ બે વસ્તુ ખાઈને કરવો પડે છે ગુજારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન આજકાલ હેડલાઇન્સમાં છે. ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) ઍક્ટની કલમ 8 (C), 20 (B), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન પર સુનાવણી આજે (14 ઑક્ટોબર) કોર્ટમાં થવાની છે. દરરોજ આર્યન ખાન સાથે સંબંધિત નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. આ એપિસોડમાં એક બીજી વાત સામે આવી છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

નટુ કાકા ની જેમ બોલિવૂડના આ સ્ટાર્સના પણ અંતિમ સંસ્કાર મેકઅપ સાથે થયા હતા જાણો તે સ્ટાર્સ વિશે

એક વેબસાઇટે એના એક અહેવાલમાં લખ્યું છે કે, 'બહાર આવી રહેલી માહિતી મુજબ આર્યન ખાન આર્થર રોડ જેલમાં ગયા પછી યોગ્ય રીતે ખાઈ શકતો નથી.' તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપૉર્ટ અનુસાર આર્યન ખાન આ સમયે માત્ર બિસ્કિટ અને પાણી લઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આર્યન અને તેના મિત્રો જેલનું ભોજન પણ જોઈ શકતા નથી. આ જેલમાં આવતા સમયે આર્યન ખાને પાણીની 12 બોટલ લીધી હતી, જેમાંથી હવે માત્ર ત્રણ જ બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન કસ્ટડીમાં આવ્યો ત્યારથી પિતા શાહરુખની પણ ઊંઘ ઊડી ગઈ છે. તેઓ યોગ્ય રીતે ખાઈ-પી પણ નથી રહ્યાં.

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version