Site icon

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળતાં જ શું યુએસ જવા રવાના થશે આર્યન ખાન? ચોક્કસ પ્રોજેક્ટ માટે કરશે કામ

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં(Aryan Khan drug case) ખરાબ રીતે ફસાયો હતો. આ કેસમાં તેને 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય તેમના માટે અને તેમના પરિવારના સભ્યો માટે ઘણો મુશ્કેલ હતો. પરંતુ 27 મેના રોજ તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્લીનચીટ મળી હતી. લેટેસ્ટ અપડેટ મુજબ હવે સમાચાર આવી રહ્યા છે કે સ્ટારકીડ એક ખાસ પ્રોજેક્ટ માટે યુએસ(America)જઈ શકે છે.

Join Our WhatsApp Community

આર્યન ખાન થોડા મહિના પહેલા પોતાના શોને લઈને ચર્ચામાં હતો. આમાં તે અભિનેતા તરીકે નહીં પરંતુ લેખક (writer)તરીકે જોવા મળશે. એક મીડિયા હાઉસ  ના અહેવાલ મુજબ, આર્યન (Aryan Khan) ટૂંક સમયમાં યુએસ (America)જવા રવાના થશે. આ એક ખાસ પ્રોજેક્ટ માટે છે જેના પર તે કામ કરવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યનની વેબ સિરીઝને લોકપ્રિય OTT પ્લેટફોર્મ દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.નોંધપાત્ર વાત એ છે કે ડ્રગ્સ કેસમાં (Drug case)ધરપકડ બાદ આર્યન ખાનનો પાસપોર્ટ NCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. હવે જ્યારે તેને ક્લીનચીટ મળી ગઈ છે, ત્યારે તે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ(International tour) કરી શકશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આર્યનએ તેના શો માટે એક ટેસ્ટ શૂટ કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય યુવા પ્રતિભાઓ પણ સામેલ હતી.

આ સમાચાર પણ વાંચો: અમિતાભ બચ્ચને મુંબઈ જોઈન્ટ કમિશનરના પુસ્તકનું કર્યું અનાવરણ, 2008 માં થયેલી આ ઘટના પર આધારિત છે પુસ્તક

આર્યન ખાને તાજેતરમાં જ કરણ જોહરની 50મી બર્થડે પાર્ટીમાં(Karan Johar birthday party) હાજરી આપી હતી. પાર્ટીમાં ગૌરી ખાન(Gauri Khan)અને શાહરૂખ ખાન (Shahrukh Khan) પણ આવ્યા હતા. આર્યન સૂટ-બૂટમાં ખૂબ જ સ્માર્ટ લાગતો હતો. આ સાથે જ કિંગ ખાને પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. તેના ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા.એક તરફ આર્યન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો એક્ટિવ છે. બીજી તરફ તેની બહેન સુહાના ખાન (Suhana Khan)સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ જે આર્ચીઝથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર થોડા અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. સુહાનાએ હાલમાં જ તેનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો.

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version