ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
આજના સમયમાં ઘણીવાર લગ્ન બાદ દંપતી પોતાનાં માતાપિતાથી છૂટું પડી જતું હોય છે. આવા સમયમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે પાર્શ્વગાયિકા આશા ભોસલેએ છૂટાછેડા બાદ પણ પોતાનાં સાસુને વર્ષો સુધી સાચવ્યાં હતાં અને તે જીવ્યાં ત્યાં સુધી તેમની સેવા પણ કરી હતી.
આશા ભોસલેએ માત્ર 16 વર્ષની ઉંમરે 31 વર્ષના તેમના અંગત સચિવ ગણપતરાવ ભોસલે સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકેઆ લગ્ન સફળ થયાં ન હતાં. ગણપતરાવ ભોસલે અને તેમના ભાઈઓના હલકા વર્તનને કારણે આ લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં. આશા ભોસલે અને ગણપતરાવ ભોસલે જ્યારે છૂટાં પડ્યાં ત્યારે તેમને ત્રણ બાળકો હતાં. આ દંપતી છૂટાં તો પડ્યાં, પરંતુ ગણપતરાવનાં માતાએ એ સમયે કહ્યું હતું કે, હું તો મારી વહુ, પુત્રવધૂ આશા સાથે જ રહીશ. ઉપરાંત ભોસલેએ પતિથી છૂટાં પડ્યા પછી પોતાનાં ત્રણ-ત્રણ સંતાનોનો ઉછેર કરવાનો હતો.
મહારાષ્ટ્ર માં કોરોનાનો કહેર યથાવત, દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના નવા આંકડા અહીં
ઉલ્લેખનીય છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ આશા ભોસલેએ પોતાનાં સાસુની ખૂબ સેવા કરી હતી. જોકેસાસુમાને તેમની સાથે રાખવા તેમનાં માટે ફરજિયાત તો નહોતાં. છતાં આશા ભોસલેએ પોતાનાં સાસુમાની ઇચ્છા પૂર્ણ કરી હતી.