Site icon

‘આશ્રમ’ની ‘પમ્મી પહેલવાન’ છે કરોડોની સંપત્તિની માલિક, જાણો અદિતિ પોહનકરની નેટવર્થ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'આશ્રમ' હજુ પણ લોકોના મનમાં જીવંત છે. લોકોએ શ્રેણીના દરેક પાત્ર પર પ્રેમની વર્ષા કરી છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ શ્રેણીમાં તમામ કલાકારોએ શાનદાર કામ કર્યું છે, પરંતુ 'પમ્મી પહેલવાન'ની વાત જ જુદી છે. અદિતિ પોહનકરે આશ્રમમાં 'પમી પહેલવાન'ની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયનાં ખૂબ વખાણ થયાં હતાં. આજે અમે તમને તેની જીવનશૈલી વિશે જણાવીશું.

અદિતિ પોહનકરને કોઈ ઓળખની જરૂર નથી. તેણે હિન્દી, મરાઠી અને તામિલ ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું છે. આજે અદિતિ પાસે કરોડોની સંપત્તિ છે. અહેવાલો અનુસાર આશ્રમની 'પમી પહેલવાન' લગભગ 67 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. રિપૉર્ટ અનુસાર અદિતિની નેટવર્થ 9 મિલિયન ડૉલરની નજીક છે.આશ્રમરિલીઝ થયા બાદ અદિતિ પોહનકરની જીવનશૈલી બદલાઈ હોવાનું કહેવાય છે. હવે તે ફિલ્મો અને જાહેરાતો માટે મોટી રકમ લે છે.

આર્યન ખાનના કિસ્સામાં, અભિનેતા પરેશ રાવલની પ્રતિક્રિયાએ બૉલિવુડમાં મચાવી દીધી હલચલ! કહી આ વાત; જાણો વિગત

આપને જણાવી દઈએ કે અદિતિ પોહનકરે તેની અભિનય કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ 'લવ સેક્સ ઓર ધોકા’ (2010)થી કરી હતી અને એ પછી 2011માં તે મરાઠી ફિલ્મ 'કુણાસાથી કુનીતારી'માં પણ જોવા મળી હતી. અદિતિએ આશ્રમપહેલાં નેટફ્લિક્સ પર 'SHE' શ્રેણીમાં કામ કર્યું હતું.

Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Dharmendra Health: ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!
Lalo: ગુજરાતી ફિલ્મોનો દબદબો: એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું, ‘હક’ કરતાં ડબલ કમાણી કરીને ઇતિહાસ રચ્યો!
Exit mobile version