Site icon

શૈલેષ લોઢાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા પર નિર્માતા અસિત મોદીની પ્રિતિક્રિયા આવી સામે-કહી આ વાત

News Continuous Bureau | Mumbai

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)હંમેશા દર્શકોનો પ્રિય શો રહ્યો છે. હાલમાં જ આ શોએ તેના 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે આ શો તેના 15મા વર્ષમાં પહોંચી ગયો છે. શોના 15મા વર્ષમાં પહોંચવાની ખુશીની સમગ્ર સ્ટાર કાસ્ટ (star cast)સાથે મળીને ઉજવણી (celebrate)કરી હતી. પરંતુ બધા હજુ પણ એવા કલાકારોને મિસ કરી રહ્યા છે જેમણે શો છોડી દીધો છે.

Join Our WhatsApp Community

જ્યાં દર્શકો હજુ પણ લાંબા સમયથી શોમાંથી ગાયબ દયાબેનની (dayaben)વાપસીની રાહ જોઈ રહ્યા છે. સાથે જ એક પછી એક કલાકારોની વિદાયને કારણે દર્શકો પરેશાન છે. તાજેતરમાં જ શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢા (Shailesh Lodha)પર નિર્માતાએ પહેલીવાર શો છોડવા પર પ્રતિક્રિયા આપી છે.જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો પ્રોડ્યુસ કરનાર અસિત મોદીને (Asit Modi)શૈલેષ લોઢા વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે ‘જુઓ, મેં પહેલા જ કહ્યું છે કે હું બધાને સાથે રાખવા માંગુ છું. પરંતુ જો કેટલાક લોકો આવવા માંગતા ન હોય અને તેમનું પેટ ભરાઈ ગયું હોય, તો તેમને લાગે છે કે આપણે ઘણું કર્યું છે, હવે આપણે ઘણું બધું કરવું જોઈએ, માત્ર તારક મહેતા(Tarak Mehta) પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ.જેમને એવું લાગતું હોય અને જેઓ આ સમજવા માંગતા નથી, તો હું તેમને કહીશ કે તેઓ ફરી એકવાર વિચાર કરે અને સમજે. જુના તારક મહેતા આવશે તો પણ ખુશી થશે અને નવા આવશે તો પણ થશે. દર્શકોને ખુશ કરવાનું મારું એકમાત્ર લક્ષ્ય છે.’

આ સમાચાર પણ વાંચો : હોલીવુડનો આ અભિનેતા એકટિંગ પહેલા કરતો હતો મજૂરી નું કામ-આજે છે સૌથી મોટો સુપરસ્ટાર-જાણો તે એક્ટર વિશે

તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢા સિવાય અન્ય ઘણા સ્ટાર્સે શોને અલવિદા (good bye)કહી દીધું છે. જેમાં પ્રથમ નામ રાજ અનડકટનું(Raj Anadkat) આવે છે. જે આ શોમાં ટપ્પુનો રોલ કરી રહ્યો હતો. રાજ છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળ્યો નથી, તે યુટ્યુબ ચેનલ, મ્યુઝિક વીડિયો(Music video) અને અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ બે કલાકારો સિવાય શોમાં સોનુની ભૂમિકા ભજવી રહેલી નિધિ ભાનુશાળી, અંજલિની ભૂમિકા ભજવી રહેલી નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવી રહેલા ગુરુચરણ જેવા કલાકારોએ પણ શો છોડી દીધો છે. તે જ સમયે, દયા ભાભીની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2017 માં જ શો છોડી દીધો હતો.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version