Site icon

આ જાણીતો ઍક્ટર અને DJ સપડાયા છેતરપિંડીમાં, EDનું તેડું આવ્યું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

બૉલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બે લોકોને પોતાના સકંજામાં લીધા છે. પહેલા EDએ મની લૉન્ડ્રિંગ મામલે ઍક્ટ્રેસ યામી ગૌતમને સમન મોકલ્યું. એ પછી EDએ ઍક્ટર ડિનો મોરિયાની કરોડોની સંપત્તિ જપ્ત કરી લીધી છે. EDએ આ કાર્યવાહી સ્ટર્લિંગ બાયોટેક બૅન્ક છેતરપિંડી અને મની લૉન્ડ્રિંગ મામલે કરી છે. ડિનો મોરિયા ઉપરાંત કૉન્ગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના જમાઈ, ઍક્ટર સંજય ખાન અને ડિસ્ક જૉકી (DJ) અકીલની પણ સંપત્તિ જપ્ત કરાઈ છે.

હમણાં જ લગ્ન થઈ ને માંડ સેટલ થઈ રહેલી આ બોલિવૂડની હિરોઈન ને ઇડી નું સમન્સ. કર્યો હતો આ ગોટાળો

EDએ કહ્યું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ (PMLA) અંતર્ગત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરવાના પ્રાથમિક આદેશ આપી દીધા છે. સંપત્તિની કિંમત 8.79 કરોડ રૂપિયા છે. EDએ એક નિવેદનમાં કહ્યું કે સંજય ખાનની ત્રણ કરોડ રૂપિયા, ડિનો મોરિયાની 1.4 કરોડ રૂપિયા, DJ અકીલની 1.98 કરોડ રૂપિયા અને અહમદ પટેલના જમાઈ ઇરફાન સિદ્દીકીની 2.41 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ અસ્થાયી રીતે તેમની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે 14,500 કરોડ રૂપિયાની બૅન્ક લોન છેતરપિંડી સાથે સંલગ્ન મામલે સ્ટર્લિંગ બાયોટેકના મુખ્ય પ્રમોટરો અને ડાયરેક્ટરોમાંથી નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા ફરાર છે. ડિનો મોરિયા અને DJ અકીલ બંનેએ સાંડેસરા ભાઈઓ દ્વારા આયોજિત કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દિલ્હીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ડિનો મોરિયા અને DJ અકીલને લાખો રૂપિયા અપાયા હતા. એજન્સીનું માનવું છે કે આ રૂપિયા કંપનીએ બૅન્ક સાથ છેતરપિંડી કરી ભેગા કર્યા છે અને એ તેને 'ખોટી રીતે કરાયેલી કમાણી' માને છે. સાંડેસરા બંધુ ગુજરાતની ફાર્મસી કંપનીના પ્રમોટર અને માલિક છે.

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version