ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ટીવીના લોકપ્રિય ટીવી અભિનેતા અને 'બિગ બોસ 13' વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સૂતો હતો. પરંતુ કઈ દવા લેવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી નથી.
સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
સિદ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિદ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.