Site icon News Continuous Bureau | Mumbai

‘બબિતાજી’ મુનમુન દત્તા આ 9 વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ, સાંભળીને જેઠાલાલ થઈ શકે છે ગુસ્સે; જાણો કોણ છે તે અભિનેતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં પ્રિય શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોનાં દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબી સ્ટારકાસ્ટ છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેમના વિશે કંઈક નવું શોધે છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે શોના મહત્ત્વના પાત્રને લગતી માહિતી લાવ્યા છીએ. આ પાત્ર બીજું કોઈ નહીં પણ બબિતાજી એટલે કે મુનમુન દત્તા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મોટી પ્રેમ કહાની હવે બધાની સામે આવી છે. એક મીડિયા હાઉસમાં પ્રકાશિત સમાચાર અનુસાર મુનમુન દત્તા એટલે કે બબિતાજી એક વ્યક્તિને ડેટ કરી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શોનો ‘ટપ્પુ’ એટલે કે રાજ અનાદકટ છે. બંને આજકાલ એકબીજાના પ્રેમમાં ડૂબી ગયાં છે. લાંબા સમયથી રાજ અને મુનમુન દત્તાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને ટિપ્પણીઓ આ તરફ નિર્દેશ કરતી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ મુનમુનની તસવીરો પર રાજની ટિપ્પણીઓ વારંવાર પૂછતા કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હવે એ સ્પષ્ટ છે કે બંને સારા મિત્રો કરતાં વધુ નજીક છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીમના દરેક સભ્ય બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એનાથી વાકેફ છે. આ મામલા સાથે સંકળાયેલા એક સૂત્ર કહે છે, 'મુનમુન દત્તા અને રાજ અનાદકટના પરિવારના સભ્યો પણ બધું જાણે છે, કોઈ અંધારામાં નથી.' સૂત્રને ટાંકીને, એક મીડિયામાં લખવામાં આવ્યું હતું કે 'આ સિવાય 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીમ બંનેના સંબંધને આદરથી જુએ છે. કોઈ પણ બંનેની મજાક ઉડાવતું નથી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે બંને લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે.

રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર આ ગાયિકા થઈ ગુમનામીમાં ગરકાવ; જાણો તે ગાયિકાની પ્રસિદ્ધિથી ગુમનામી સુધીની સફર

તમને જણાવી દઈએ કે રાજ અનાદકટ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા તેનાથી 9 વર્ષ મોટાં છે. મુનમુન તાજેતરમાં બે મહિનાના વેકેશન બાદ શોમાં પરત ફરી છે. તેમ જ રાજ સતત શોનો ભાગ રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે.

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version