Site icon

‘બિગ બોસ’ માં પ્રવેશતા જ રશ્મિ દેસાઈની લવસ્ટોરી થઈ શરૂ,શો ના આ સ્પર્ધક સાથે જોડાયું નામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

'બિગ બોસ 15'માં મનોરંજનનો ડોઝ આપવા માટે ઘણા સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવામાં આવી છે રશ્મિ, દેવોલિના ભટ્ટાચારજી અને રાખી સાવંત સાથે ‘બિગ બોસ 15’ ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશી છે.. અભિનેત્રીના ઘરમાં જતાની સાથે જ પ્રેમનું કનેક્શન શરૂ થઈ ગયું અને તેનું નામ એક સ્પર્ધક સાથે જોડાવા લાગ્યું, કરણે તેની ‘ભાભી’ કહી ને પણ બોલાવી હતી.

રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’ ની 13મી સિઝનમાં ફાઇનલિસ્ટ હતી.ઉમર રિયાઝના ચાહકો ઘરની અંદર ઉમર રિયાઝ સાથે રશ્મિનું કનેક્શન  જોવા માટે ઉત્સાહિત છે. વાસ્તવમાં રશ્મિ ઉમરના નાના ભાઈ અસીમ રિયાઝની સારી મિત્ર રહી છે, જે ‘બિગ બોસ 13’ માં સેકન્ડ રનર અપ હતો. 13મી સીઝન દરમિયાન, સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લા સાથે ઝઘડા પછી રશ્મિ અને અસીમ ખૂબ સારા મિત્રો બની ગયા.અસિમના કારણે રશ્મિ ઉમરને ઓળખે છે. તેઓ આ પહેલા પણ સાથે જોવા મળ્યા છે. ઉમર અને રશ્મિની કેમેસ્ટ્રી ચાહકોને ઘણી પસંદ છે. તો તે જોવા માંગે છે કે શોમાં રશ્મિ અને ઉમરના સંબંધો કેવા રહેશે?

‘બિગ બોસ 15’ ના  લવબર્ડ્સ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પણ રશ્મિની એન્ટ્રીથી ખુશ છે, કારણ કે કરણ અને તેજસ્વી બંને રશ્મિના સારા મિત્રો છે. કરણ અને તેજસ્વીનો ઉમરને રશ્મિ માટે ચીડવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેજસ્વી અને કરણ ઉર્ફે તેજરન રશ્મીને કહી રહ્યા છે કે તેમણે ઉમરને ક્યારેય ઘરમાં આટલો ખુશ જોયો નથી. "હું ખુશ છું કારણ કે હું રશ્મિને ઓળખું છું, અગાઉ બધા વાઇલ્ડ કાર્ડ શમિતાના મિત્રો હતા, તેથી હું ખુશ છું કે આખરે, હું કોઈને ઓળખું છું."

અનિલ કપૂર જર્મનીમાંં કરાવી રહ્યા છે પોતાની સારવાર, વિડિયો શેર કરી ને આપી આ મહત્વની માહિતી ; જાણો વિગત

ઉમરની વાત સાંભળ્યા પછી, કરણ ફરી મજાકમાં કહેતો જોવા મળ્યો કે, “મેં આવી જ ભાભી  માંગી હતી …” ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણે ઉમર અને રશ્મિની જોડીનું નામ પણ ‘ઉમરશ’ રાખ્યું છે. રશ્મિ અને બાકીના 3 વાઈલ્ડ કાર્ડની એન્ટ્રીએ ઘરમાં ઘણો ટ્વિસ્ટ લાવી દીધો છે. કારણ કે તેમની એન્ટ્રી પહેલા બુધવારે સિમ્બા નાગપાલ, ગુરુવારે જય ભાનુશાલી, વિશાલ કોટિયન અને નેહા ભસીનને ‘બિગ બોસ 15’ માંથી બહાર કરવામાં આવ્યા છે..

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version