Site icon

‘બિગ બોસ 15’ ની વિજેતા તેજસ્વી પ્રકાશ ને લાગી લોટરી, એકતા કપૂર ની આ સિરિયલ માં ભજવશે મહત્વ ની ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશના સ્ટાર્સ આ દિવસોમાં પોતાની ઊંચાઈ પર છે. બિગ બોસ સીઝન 15 ના વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યા બાદ હવે એકતા કપૂરની લોકપ્રિય સીરીયલ નાગીન માટે પણ તેના નામની જાહેરાત કરવામાં આવી છે. બિગ બોસના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જ તેનું નામ નાગિન 6 ના નવા નાગીન માટે જાહેર કરવામાં આવ્યું હતું. નાગિન માટે ઘણા નામોની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ હવે તેજસ્વી ટીવી પર નવા નાગિન તરીકે જોવા મળશે. આ રીતે, નાગિન માટે તેજસ્વી પ્રકાશનું નામ આવ્યા પછી, હવે ચાહકોએ એકતા કપૂરને કરણ કુન્દ્રાને પણ સાઇન કરવા કહ્યું છે.

 

બિગ બોસમાં જાહેરાત પછી, એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર નાગિન 6 નો પ્રોમો પણ મૂક્યો છે, જેમાં તેજસ્વી પ્રકાશ નવા નાગીનના રોલમાં જોવા મળે છે. ટીઝરમાં જોવા મળે છે કે આ સીઝન મહામારી સ્પેશિયલ હશે. બીજી તરફ, બિગ બોસ સીઝન 15માં તેજસ્વી અને કરણ કુન્દ્રાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે નાગિન માટે તેના નામની જાહેરાત બાદ યુઝર્સે ઘણી કોમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે નાગીનમાં તેજસ્વીની સાથે કરણ કુન્દ્રાને લાવો.

બોલિવૂડ ની આ અભિનેત્રી આવી કોરોના ની ઝપેટ માં, અનોખા અંદાઝ માં આપી માહિતી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે એકતા કપૂરના ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે આ સીઝન મહામારી સ્પેશિયલ હશે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક નવી નાગિન આપણને મહામારીથી બચાવવા આવી રહ્યો છે, જે ષડયંત્રનો પર્દાફાશ કરશે. આ વખતે શોમાં શેષનાગને લઈને કંઈક ખાસ બતાવવામાં આવશે. ફરી એકવાર એકતા કપૂર સિઝલિંગ કેમિસ્ટ્રી અને નવી લવ સ્ટોરી લઈને આવી છે, જે દર્શકોને ગમશે. તેમજ, શોમાં તમામ સીઝનની નાગિન  પણ જોવા મળશે.શાહીર શેખ એકતા કપૂરની નાગીન 6 માં નાનકડી ભૂમિકા ભજવશે પરંતુ તેની ભૂમિકા વધુ મજબૂત હશે જે વાર્તામાં મોટો વળાંક લાવશે. આગળ જતાં વાર્તા કેવી રીતે આકાર લે છે તે જોવું રસપ્રદ રહેશે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version