Site icon

બિગ બોસ 15 શોમાંથી બહાર આવ્યા બાદ દેવોલિના ભટ્ટાચારજી એ શેર કર્યો પોતાનો અનુભવ, પોતાની તબિયત વિશે ચોંકાવનારો કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

ગુરૂવાર

નાના પડદાના ઝઘડા, કાવતરા અને અપમાનજનક હરકતોનો શો 'બિગ બોસ' આ સપ્તાહના અંતમાં વિદાય લઈ રહ્યો છે. ગયા સોમવારે ઘરમાંથી બેઘર થવાની શ્રેણી હતી, જેમાં દેવોલિના ભટ્ટાચારજી અને અભિજીત બિચકુલેને ઓછા વોટના કારણે શોમાંથી બહાર કરવા પડ્યા હતા. હવે બેઘર બનેલી દેવોલીનાએ એક વીડિયો દ્વારા તેના સોશિયલ મીડિયા પર ફેન્સની સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.બિગ બોસમાંથી બહાર નીકળ્યા પછી, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઇવ સેશન કર્યું હતું. આ સેશનમાં દેવોલીનાએ તેના ચાહકો સાથે પરિચય મેળવ્યો અને આ સિઝન સાથે જોડાયેલી દરેક વાત શેર કરી.આ સત્ર દરમિયાન, તેણીએ જણાવ્યું કે કેવી રીતે તે પોલ ટાસ્ક દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેનો ઘા હવે એટલો વધી ગયો છે કે તેને ઓપરેશન કરાવવું પડશે. પોતાનું દર્દ વર્ણવતા અભિનેત્રી રડવા લાગી.

ટીવી અભિનેત્રી પોતાની વાત જણાવતા કહે  છે કે "મેં આજે એમઆરઆઈ કરાવ્યું છે. મારી હાલત ખૂબ જ ગંભીર છે. તે 19 કલાક મારા માટે ખૂબ જ ભારે હતા. પડી જવાને કારણે ઈજા વધુ થઈ છે, જેના કારણે મારે ગુરુવારે હૉસ્પિટલમાં દાખલ થવાનું છે. એ પછી શુક્રવારે મારું ઑપરેશન થશે. હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાં મારે તમારી સાથે વાત કરવી હતી. તમે મારા માટે પ્રાર્થના કરો."

અરે બાપરે ..! રાખી સાવંત હજુ સુધી છે અપરણિત ! શું લગ્ન કર્યાનો દાવો ખોટો છે? સત્ય આવ્યું સામે; જાણો વિગત

તેણીના ઓપરેશનનું વર્ણન કરતાં તે કહે છે, "તે નર્વ ડિકમ્પ્રેશન સર્જરી હશે જે ખૂબ જ ગંભીર છે. અત્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો છે પણ ભગવાને તેના વિશે પણ કંઈક સારું વિચાર્યું હશે." આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version