Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના આ દિગ્ગ્જ કલાકારો કરશે આ વર્ષે OTT પર ડેબ્યૂ; જાણો તે સ્ટાર્સ અને વેબસીરીઝ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર

છેલ્લા કેટલાક વર્ષોથી, ઘણા દિગ્ગજ સ્ટાર્સ OTT પર તેમનો જલવો બતાવે છે. કેટલીક વેબ સિરીઝ સ્ટાર્સના નામે અને કેટલીક વેબ સિરીઝ તેમની વાર્તા અને સ્ટાર્સના નામ બંનેના આધારે ચાલી હતી. જો કે ઘણા એવા સ્ટાર્સ છે જેની OTT પર ચાહકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તેની રાહ પૂરી થઈ છે. વર્ષ 2022 માં, કેટલાક વધુ અનુભવી સ્ટાર્સ છે જેઓ OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. જાણો તે સ્ટાર્સ અને વેબ સિરીઝ વિશે.

માધુરી દીક્ષિત – 'ફાઇન્ડિંગ અનામિકા’

માધુરી દીક્ષિત 'ફાઇન્ડિંગ અનામિકા' વેબ સિરીઝથી OTTમાં ડેબ્યૂ કરશે. કરણ જોહર દ્વારા નિર્મિત આ એક થ્રિલર વેબ સિરીઝ છે.

સોનાક્ષી સિંહા-ફોલોન

સોનાક્ષી સિન્હા 'ફોલન' વેબ સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કરી રહી છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી અંજલિ ભાટીના રોલમાં જોવા મળશે.

અજય દેવગન – રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ

અજય દેવગન આ વર્ષે પણ OTT પર તેની મજબૂત અભિનય કુશળતા બતાવશે. અજય દેવગનની 'રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ' ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આમાં અજય પોલીસના રોલમાં જોવા મળશે.

કપિલ શર્મા – 'આઈ એમ નોટ ડન યેટ'

ફેમસ કોમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં નેટફ્લિક્સની 'આઈ એમ નોટ ડન યેટ' સિરીઝમાં જોવા મળશે. આમાં કપિલ તેના અંગત જીવનની કેટલીક ન સાંભળેલી વાતો સંભળાવશે. તે 29 જાન્યુઆરીએ રિલીઝ થશે.

શાહિદ કપૂર

ઘણી સુપરહિટ ફિલ્મો પોતાના નામે કરી ચુકેલા શાહિદ કપૂર આ વર્ષે OTT પર પણ પોતાનો પાવર બતાવશે. જો કે આ વેબ સિરીઝનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ રાજ અને ડીકે તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેણે જ 'ફેમિલી મેન' સિરીઝની બે સીઝન ડિરેક્ટ કરી છે.

કપૂર ખાનદાન પર કોરોના નો કહેર યથાવત, હવે બોની કપૂર ના ઘર ની આ સદસ્ય થઈ કોરોના થી સંક્રમિત; જાણો વિગત

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version