Site icon

કેન્સર ને માત આપ્યા બાદ ગુજરાત ના સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે આવ્યા બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકર, સંતોના લીધા આશીર્વાદ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલુ કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. તેમને સાળંગપુર હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ જૂના આ મંદિરમાં ખાસ કરીને મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે.એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કેટલાક ફેમસ સેલિબ્રિટી પણ આ મંદિરના દર્શનાર્થે આવી ચૂક્યા છે.થોડા દિવસ પેહલા જ ભોજપુરી અભિનેત્રી અહીં દર્શન કરવા આવી હતી. હાલમાં જ બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકર તેમના પત્ની સાથે સાળંગપુર હનુમાનના (દર્શન કરવા માટે ગુજરાત આવ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.તમને જણાવી દઈએ કે,સાળંગપુર હનુમાનના સોશિયલ મીડિયા ના ઓફિશ્યિલ  હેન્ડલ પર આ તસવીરો શેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

આ દરમિયાન મંદિર ના સંતો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સંતોના દર્શન કરીને મહેજ માંજરેકરે ધન્યતા અનુભવી હતી. તો સંતોએ પણ એક્ટરનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને ભેટમાં હનુમાનજીની સુંદર મૂર્તિ ભેટમાં આપી હતી.ગયા વર્ષે કેન્સર ની ચપેટ માં આવ્યા બાદ મહેશ માંજરેકર ની સર્જરી પણ કરવામાં આવી હાટ, જેનાથી સ્વસ્થ થયા બાદ તેઓ હનુમાન દાદા ના દર્શને આવ્યા હતા. હનુમાનજીના દર્શન કર્યા બાદ મહેજ માંજરેકરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેમના ઘરમાં પણ દાદાની મૂર્તિ છે. તેઓ ઘણા સમયથી દર્શન કરવા આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને આખરે તે સફળ થતા તેઓ ખુશ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચનની પૌત્રી નાવ્યા નવેલી નંદા એક્ટિંગ માં નહિ પરંતુ આ વ્યવસાય માં બનાવવા માંગે છે પોતાનું કરિયર, સ્ટારકીડે આ જણાવ્યું કારણ

મહેશ માનજરેકરે બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો છે.વર્ક ફ્રંટની વાત કરીએ તો, મહેજ માંજરેકર ના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ' 2021માં રિલીઝ થઈ હતી. જેમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા હતા. ફિલ્મને ફેન્સ તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. તેમણે વાસ્તવ, કાંટે, મુસાફિર, વોન્ટેડ અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું હતું.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version