Site icon News Continuous Bureau | Mumbai

બદલો લેવા વાપસી કરી રહી છે ‘આર્યા’, બીજી સીઝનના ટીઝરમાં દેખાઈ અભિનેત્રી ની જબરદસ્ત સ્ટાઈલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડમાં તેના અભિનય અને સમજણ માટે જાણીતી, સુષ્મિતા સેને ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ ‘આર્યા’ સાથે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો. આ ક્રાઈમ સિરીઝને ભારે સફળતા મળી અને સુષ્મિતાએ અભિનયની દુનિયામાં જોરદાર પુનરાગમન કર્યું. શ્રેણીની બીજી સીઝનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે તે સમાપ્ત થવા જઈ રહી છે.

બોલિવૂડની હોટ અભિનેત્રી સુષ્મિતા ફરી એકવાર આર્યા સરીનના રોલમાં જોવા મળશે અને દર્શકો તેને ફરીથી ખતરનાક દુશ્મનો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. એક્શન અને ડ્રામા શ્રેણી 'આર્યા' રામ  માધવાણી દ્વારા બનાવવામાં આવી છે અને તે આર્યા ની રહસ્યમય દુનિયાને ઉજાગર કરશે. તમને  મનોરંજન આપવા માટે, આર્યા ટૂંક સમયમાં જ વાપસી કરવા જઈ રહી છે. 'આર્યા'નું ટીઝર દર્શકોને ખૂબ જ કુશળતાપૂર્વક અને મનોરંજક રીતે વાર્તા સાથે જોડે છે. આમાં આર્યા તેના પતિની હત્યાનો બદલો લેતી જોવા મળે છે. આનાથી સ્પષ્ટ છે કે આર્યા સરીન તરીકે સુષ્મિતા સેન તેના પતિના મૃત્યુનો બદલો પહેલાં કરતાં વધુ કડકાઈ અને નિર્દયતાથી લેતી જોવા મળશે. સુષ્મિતા તેના ચહેરા પર લાલ રંગ અને ગુસ્સાવાળી આંખો સાથે ખૂબ જ આક્રમક અને ક્રૂર લાગે છે. પોતાના પરિવારને મુશ્કેલીઓમાંથી બચાવવા માટે લડવા વાળી શેરની જેવું રૂપ આ પોસ્ટર માં નજર આવી રહ્યું છે , જે સુષ્મિતાની અદભૂત અભિનય ક્ષમતાને કારણે સાકાર થઈ શક્યું છે. 

કાવ્યા આપશે વનરાજને દગો, બા પુરા પરિવાર સામે અનુજ – અનુપમાં ને આ કામ કરવા કરશે દબાણ ; જાણો ‘અનુપમા’ ના આગલા એપિસોડ વિશે

'આર્યા 'ની બીજી સિઝન વિશે વાત કરતાં, વેબસિરીઝના ડિરેક્ટર રામ માધવાણીએ કહ્યું, "પહેલી સિઝન માટે અમને જે પ્રેમ અને સ્નેહ મળ્યો તે ખૂબ જ સુખદ હતો, તેથી અમે તમામ પ્રેમ અને પ્રયત્નો સાથે બીજી સિઝન બનાવવાનું નક્કી કર્યું. શોના ચાહકો સમક્ષ આર્યા ની સફરનું આગલું પગલું રજૂ કરવા માટે હું અત્યંત ઉત્સાહિત છું. આર્યાને દરેક પગલે પડકારોનો સામનો કરવો પડે છે, કારણ કે તેણીને તેના પરિવારને જીવંત રાખવા અને બદલો લેવા વચ્ચે સંતુલન જાળવવાની ફરજ પડે છે “.

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version