Site icon

સ્કૂલના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યા હતા બોલિવૂડના ‘લાયન’ અજીત, આ કારણથી બન્યા ફિલ્મમાં વિલન; વાંચો રોચક કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઓક્ટોબર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

લાયનનામ તો તમે સાંભળ્યું જ હશે. અલબત્ત તમે લાયનનામ કરતાં પ્રખ્યાત અભિનેતા અજિતને વધુ જાણતા હશો. એક સમયે, ડોનથી લઈને ફિલ્મોમાં દરેક ખોટું કામ કરવા માટે પ્રખ્યાત હતો લાયન’.  સામાન્ય રીતે પીટર, રોબર્ટ, માઈકલ જેવા ખ્રિસ્તી પાત્રો તેને પડદા પર આપવામા આવતા હતા. તેમની છબી નરમ બોલતા ખલનાયકની હતી. પુરા શહેર મુઝે લાયન કે નામ સે જાનતા હૈ, 'મોના ડાર્લિંગ', 'લિલી ડોન્ટ બી સિલી' જેવા સંવાદો આજે પણ લોકોમાં અજિત ખાનની યાદોને જીવંત રાખે છે. પરંતુ અજિત ક્યારેય વિલનની ભૂમિકા ભજવવા માંગતો ન હતો. તે બોલિવૂડમાં હીરો બનવા આવ્યો હતો. આજે અમે તમને બોલીવુડનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેણે અજિતને બનાવ્યો બોલીવુડનો સૌથી મોટો દબંગ.

અજિતનું સાચું નામ હમીદ અલી ખાન હતું. તેને નાનપણથી જ અભિનેતા બનવાનો શોખ હતો. તે અભિનેતા બનવા માટે ઘરેથી મુંબઈ ભાગી ગયો. જ્યારે તેની પાસે મુંબઈ જવા માટે પૈસા નહોતા ત્યારે તે પોતાના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યો. પરંતુ અહીં આવ્યા પછી તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી.  તેથી તેણે રસ્તાની બાજુમાં પડેલી સિમેન્ટની પાઈપોને પોતાનું ઘર બનાવ્યું. એક ઇન્ટરવ્યુમાં અજિતે ખુલાસો કર્યો હતો કે 'એક દબંગ મારી પાસે પાઇપમાં રહેવા માટે પૈસા માંગવા આવ્યો હતો'. પણ મેં તેને ધોઈ નાખ્યો અને પછી બીજા દિવસે હું જાતે જ ત્યાં દબંગ બની ગયો. જેના કારણે મને મફત ભોજન મળતું અને પાઈપોમાં રહેવા માટે પૈસા પણ ચૂકવવા પડતા નહીં.

અજિતની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1946માં થઈ હતી. પરંતુ તેમને વધારે સફળતા મળી ન હતી. આ દરમિયાન તેનું નામ હમીદ અલી ખાન હતું. પરંતુ 1950 માં ફિલ્મ બેકસૂરના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર કે અમરનાથે તેમને નામ બદલવાની સલાહ આપી હતી. જે બાદ હમીદ અલી ખાને તેનું નામ બદલીને અજિત રાખ્યું. નામ બદલવાની સાથે જ તેનું નસીબ તેની તરફેણ કરવા લાગ્યું અને તેણે ફિલ્મોમાં રાજ કરવાનું શરૂ કર્યું.

ટેલિવિઝન ઉપરાંત જેઠાલાલ બૉલિવુડની આ ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ, સલમાન અને શાહરુખ સાથે શૅર કરી છે સ્ક્રીન; જાણો એ ફિલ્મો કઈ છે

અજિતે 1966માં રાજેન્દ્ર કુમારની ફિલ્મ સૂરજથી વિલનનું પાત્ર ભજવવાનું શરુ કર્યું. તેઓ 1976માં કાલીચરણપછી લાયન તરીકે બોલીવુડમાં પ્રખ્યાત થયા. જે બાદ તેને આજ સુધી બોલીવુડના સૌથી મોટા વિલન તરીકે યાદ કરવામાં આવે છે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version