ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
અરમાન કોહલીની મુસીબતોનો અંત આવવાનુ નામ નથી લઈ રહ્યો.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે બોમ્બે હાઈકોર્ટે અરમાન કોહલીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
25 ઓક્ટોબરે અરમાન વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે તેને ફગાવી દીધી હતી.
NCBએ ઓગસ્ટ 2021માં અરમાનના ઘરેથી 1.2 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.
આ જ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે, કરીમ ધાનાની અને ઈમરાન અંસારીને જામીન આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 14 ઓક્ટોબરે સ્પેશિયલ NDPS કોર્ટે પણ અરમાન કોહલીની જામીન અરજી ફગાવી દીધી હતી.
પનામા પેપર્સ કેસ: ઈડી સમક્ષ હાજર થઈ ઐશ્વયા રાય બચ્ચન, બિગબીને પણ જશે નૉટિસ
