Site icon News Continuous Bureau | Mumbai

કપૂર ખાનદાન પર કોરોના નો કહેર યથાવત, હવે બોની કપૂર ના ઘર ની આ સદસ્ય થઈ કોરોના થી સંક્રમિત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર

અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂર તાજેતરમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા. જે બાદ તેણે કહ્યું કે તે ઘરે ક્વોરેન્ટાઈનમાં છે. બંનેએ કોરોનાને હરાવ્યો છે, પરંતુ આ દરમિયાન હવે બોની કપૂર અને શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ખુશી કોરોનાની સાથે સાથે બોની અને જ્હાનવી કપૂર ઘરે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે અને બંને ઘરમાં જ કોરન્ટીન થઈ ગયા છે.હજુ એ સ્પષ્ટ નથી થયું કે જ્હાન્વી અને બોનીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં. હાલમાં પરિવાર તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ખુશી કપૂરે તેના સોશિયલ મીડિયા પર આ વિશે કોઈ પોસ્ટ શેર કરી નથી.એક મીડિયા હાઉસ ના સમાચાર અનુસાર, તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં, જ્હાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે થર્મોમીટર લગાવ્યું હતું અને તે તેના શરીરનું તાપમાન ચેક કરતી જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં તે બહેન ખુશી કપૂર સાથે પથારીમાં હતી. આ સાથે જ્હાન્વીએ લખ્યું- 'વર્ષનો ફરીથી તે સમય'.

બોલિવૂડમાં કોરોનાનો કહેર યથાવત, અરિજિત સિંહ, નફીસા અલી સહિતના આ સેલેબ્સ આવ્યા કોરોના ની ઝપેટમાં; જાણો વિગત

અર્જુન અને અંશુલાની સાથે જ્હાન્વીની કઝીન રિયા કપૂર અને તેના પતિને પણ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. ચારેય હાલમાં કોરોનામાંથી સાજા થઈ રહ્યા છે.જ્હાન્વીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે 'ગુડ લક જેરી' અને 'દોસ્તાના 2' છે. આ સિવાય તે બોની કપૂરના પ્રોડક્શનની ફિલ્મ 'મિલી'માં જોવા મળશે. બીજી તરફ ખુશી કપૂર પણ તેના ડેબ્યુ માટે તૈયાર છે. તે ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Salman Khan Moves HC Against Upcoming Film અપકમિંગ ફિલ્મ સામે હાઈકોર્ટ પહોંચ્યા સલમાન ખાન; જાણો શું છે મામલો
Mirzapur The Movie Song Controversy ‘મિર્ઝાપુર ધ મુવી’ પર વિવાદ ભાજપ નેતા એ સેન્સર બોર્ડ પાસે કરી આ માંગ
Orry Slams Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર ઓરીએ આકાંક્ષા ચમોલાને આડે હાથ લેતા કહી આવી વાત
Mirzapur The Movie OTT Release મોટા પડદા પછી OTT પર જામશે ‘મિર્ઝાપુર’ ફિલ્મનો દબદબો; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version