ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર
ડ્રગ્સ કેસના મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની મુશ્કેલીઓ વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે આર્યન ખાન અને અન્યની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હાઈકોર્ટમાંથી આજે પણ જામીન મળી શક્યા નથી.
NCB ની માંગ પર, બોમ્બે હાઇકોર્ટ હવે મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. અત્યારે આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની એનડીપીએસ કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન ફગાવી દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
વાહ ! હવે આકાશમાં અને મધદરિયામાં પણ મળશે બીએસએનએલની કનેક્ટીવીટી,જાણો વિગત