Site icon

પ્લેબેક સિંગર કેકેના મોત પર કોલકત્તા હાઇકોર્ટનો મોટો નિર્ણય-રાજ્ય સરકાર ને આપ્યો આ આદેશ

News Continuous Bureau | Mumbai 

કોલકાતા હાઈકોર્ટે (Calcutta high court)સોમવારે પશ્ચિમ બંગાળ સરકારને(west bengal government) પ્રખ્યાત પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથના મૃત્યુ (KK death)અંગે સોગંદનામું(affidavit) દાખલ કરવા જણાવ્યું છે. KK નું 31 મે, 2022 ના રોજ દક્ષિણ કોલકાતામાં (south calcutta)નઝરુલ મંચ ખાતે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન મૃત્યુ થયું હતું.મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ અને ન્યાયાધીશ રાજર્ષિ ભારદ્વાજની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને ત્રણ અઠવાડિયાની અંદર તેનું સોગંદનામું (affidavit)દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સરકારને એલર્ટ રહેવા પણ કહ્યું છે કે જેથી આવી દુ:ખદ ઘટનાઓને રોકી શકાય.

Join Our WhatsApp Community

કેકેના આકસ્મિક અવસાન પર એડવોકેટ્સ ઇમ્તિયાઝ અહેમદ, સૌમ્ય શુભરો રોય અને સાયન બંદોપાધ્યાય દ્વારા ત્રણ PIL દાખલ કરવામાં આવી છે અને એકમાં, અરજદારે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગ કરી છે. વિવિધ અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 31 મેના રોજ નઝરુલ મંચ ખાતે કેકેના પ્રદર્શન (KK performance) માટે વ્યવસ્થા સારી ન હતી, જ્યાં લાઈવ પર્ફોર્મન્સ માટે ઓડિટોરિયમની બેઠક ક્ષમતા કરતાં બમણી ભીડ હાજર હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભીડને કારણે એર કંડિશનિંગ મશીનો (Ac machine)યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી, જેના કારણે સભાગૃહની અંદર ગૂંગળામણ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : જે હોટલ માં પિતા સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા તે જ હોટેલ દીકરા એ ખરીદી લીધી- આજે છે બોલિવૂડ નો દિગ્ગ્જ કલાકાર- જાણો તે અભિનેતા ની રસપ્રદ કહાની

કેટલીક વિડિયો ક્લિપ્સ (video clips)બતાવવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે KK પર્ફોર્મન્સ દરમિયાન અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શોની મધ્યમાં તેણે સ્ટેજ પર આરામ કરવા માટે 10 મિનિટનો બ્રેક લીધો હતો.

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version