Site icon News Continuous Bureau | Mumbai

શું કોરોના પોઝિટીવ હોવા છતાં શાહરૂખ ખાને આપી આ અભિનેત્રી ના લગ્ન સમારોહમાં હાજરી

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા અને એનાં બોયફ્રેન્ડ તથા દિગ્દર્શક વિગ્નેશ (Nayantara wedding function)શિવન ચેન્નાઈમાં(Chennai) મહાબલીપુરમ રિસોર્ટ ખાતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. આ લગ્ન સમારંભમાં દક્ષિણી ફિલ્મ સૃષ્ટિ અને હિન્દી ફિલ્મ (Hindi film industry)જગતના અનેક દિગ્ગજ કલાકારો એ હાજરી આપી હતી. આમાં શાહરૂખ ખાનનો (Shahrukh Khan)પણ સમાવેશ થયો હતો.પરંતુ શાહરૂખને જોઈને ઘણાં મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં, કારણ કે શાહરૂખ તો હાલમાં જ કોરોના પોઝિટિવ(corona positive) હોવાના અહેવાલો હતા. કોરોના-પોઝિટીવ હોવા છતાં શાહરૂખ લગ્ન સમારંભમાં કેવી રીતે ઉપસ્થિત રહી શક્યો તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

નયનતારા અને વિગ્નેશનાં લગ્ન સ્થળની તસવીરો ઈન્ટરનેટ પર (Nayanthara and Vignesh wedding photo viral)વાઈરલ થઈ છે. એમાં શાહરૂખની પણ તસવીરો છે.તમને જણાવી દઈએ કે,નયનતારા શાહરૂખ ખાન ની આગામી ફિલ્મ 'જવાન'(Jaawan co -star)માં તેની સહ કલાકાર છે. ઉલ્લેખનીય છે કે, ગત 4 જૂનના રવિવારે એવા અહેવાલો આવ્યા હતા કે શાહરૂખ ખાન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી એ કોરોનાનો સારવાર માટે પોતાના ઘરમાં (home quarantine)જ હશે એવું લોકોએ માની લીધેલું. પરંતુ, માત્ર ચાર દિવસમાં જ શાહરૂખને બહાર ફરતો જોઈને ઘણાને આશ્ચર્ય થયું છે.જોકે હવે કિંગ ખાન કોવિડ માંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : શૈલેષ લોઢા પછી શું તારક મેહતા ના આ મહત્વપૂર્ણ કલાકારે પણ શો ને કહી દીધું અલવિદા

નયનતારા-વિગ્નેશનાં લગ્નમાં શાહરૂખ ખાન ઉપરાંત એની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’ના (Jawan director Etli)દિગ્દર્શક એટલી, અન્ય બોલીવુડ નિર્માતા બોની કપૂર, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલીન, દક્ષિણી ફિલ્મી અભિનેતાઓ – રજનીકાંત, વિજય, કમલ, ચિરંજીવી, દિગ્દર્શ મણિરત્નમે પણ હાજરી આપી હતી.

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version