ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર.
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના કિલા કોર્ટના મેજિસ્ટ્રેટે કરી દીધો છે.
આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીનની અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે.
આર્યન ખાન સાથે 5 કેદીઓને મુંબઈની સૌથી મોટી જેલ આર્થર જેલના બેરક નંબર 1 માં રાખવામા આવ્યા છે.
આ જેલના પહેલા ફ્લોર પર બનેલી એક સ્પેશ્યલ ક્વોરન્ટાઈન બેરક છે. અહીં 5 દિવસ માટે આર્યન ખાન અને અન્યને ક્વારન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
હાલ આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે.
હવે સેશન્સ કોર્ટમાં ફરીથી અપ્લાય કરવામાં આવશે અને બાદમાં તેને જામીન મળવાની શક્યતાઓ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ચોંકાવનારો દાવો, આ ભાજપના નેતાનો સાળો પણ હતો હાજર; જાણો વિગતે