Site icon

આર્યન ખાન ડ્રગ્સ કેસ માં ચાર્જશીટ દાખલ કરવામાં થશે વિલંબ, NCBની SITએ કોર્ટ પાસે કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગયા વર્ષે ડ્રગ કેસમાં પકડાયેલા આર્યન ખાનના કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે સેશન્સ કોર્ટ પાસે 90 દિવસનો સમય માંગ્યો છે. આ કેસમાં ચાર્જશીટ 2 એપ્રિલ સુધીમાં દાખલ થવાની હતી, પરંતુ હવે NCBએ કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો છે.આ કેસમાં NCBએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. આ સંબંધમાં હવે NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુંબઈ સેશન્સ કોર્ટને ચાર્જશીટ દાખલ કરવા માટે સમય વધારવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

વાસ્તવ માં, ગયા વર્ષે 3 ઓક્ટોબરે NCBએ મુંબઈમાં ક્રૂઝ શિપ પર રેવ પાર્ટી પર દરોડા પાડ્યા બાદ આર્યન ખાન સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં દરોડા દરમિયાન આર્યન ખાન પર ડ્રગ્સ રાખવા, વેચવા અને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.આ પછી આર્યન ખાનને આ કેસમાં 26 દિવસ જેલમાં રહ્યા બાદ 28 ઓક્ટોબરે મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાજી ને તડકામાં ગરમી થી પરેશાન ઉભેલા જોઈ જેઠાજીએ કર્યું આવું કામ, જુઓ તેમનો ફની વિડીયો

જામીન મંજૂર કરતી વખતે, મુંબઈ હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, કોર્ટને આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા વચ્ચે સંબંધિત ગુનો કરવાના ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.કોર્ટે એમ પણ કહ્યું કે વોટ્સએપ વાતચીતથી કંઈ સાબિત થતું નથી. આમાં કશું વાંધાજનક મળ્યું ન હતું. આદેશ અનુસાર, કોર્ટમાં એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો જે દર્શાવે છે કે તમામ આરોપીઓ સામાન્ય ઈરાદાથી ગેરકાનૂની કૃત્યો કરવા માટે સંમત થયા હતા, ત્યારબાદ કોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા હતા.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version