Site icon

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દી પરત ફરશે દયાબેન- શો ના નવા પ્રોમો એ આપ્યો આ સંકેત

 News Continuous Bureau | Mumbai 

દયાબેન ક્યારે પાછા આવશે?. જ્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના(TMKOC) નિર્માતા અસિત મોદીએ (Aasit Modi)આ વખતે પુષ્ટિ કરી છે,ત્યારથી દરેક જણ એક જ પ્રશ્ન પૂછે છે ,દરેક વ્યક્તિ તેમના પ્રિય પાત્ર દયાબેનને શોમાં પાછા જોવા માટે ઉત્સુક છે. આપણે જાણીએ છીએ કે દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી નવેમ્બર 2017 થી મેટરનિટી લીવ (maternity leave)પર છે. જોકે, મેકર્સે હજુ પણ દર્શકોને શો સાથે જોડાયેલા રાખ્યા હતા. હવે મેકર્સે દયા શોમાં પાછી આવવાની છે તેવી જાણ કર્યા પછી ચાહકો તેમની ઉત્તેજના પર કાબૂ મેળવી શકતા નથી.

Join Our WhatsApp Community

દિશા વાકાણીની વાપસીની અફવાઓ વચ્ચે, ચેનલે એક નવો પ્રોમો (Show new dpromo)રજૂ કર્યો છે જે સંકેત આપે છે કે આ પાત્ર આગામી એપિસોડમાં જોવા મળશે. નવા પ્રોમોમાં, મયુર વાકાણી(Mayur Vakani) ઉર્ફે સુંદર બધાને કહેતા જોઈ શકાય છે કે દયાબેન ઓપનિંગ સેરેમની માટે મુંબઈ(Mumbai) આવશે. જેઠાલાલ તેમની પત્નીના ગોકુલધામ સોસાયટીમાં(Gokuldham society) પાછા ફર્યા વિશે જાણીને ખૂબ જ ખુશ છે. દયા વિશે જાણ થતાં સોસાયટીના અન્ય સભ્યો પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ટ્રોલ થયો કિંગ ખાન નો લુક -યુઝર્સે કરી આ પાત્ર સાથે સરખામણી

તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી અને તેના પતિ મયુર પડિયાએ તાજેતરમાં જ તેમના બીજા બાળકનું સ્વાગત (Disha vakani second time mother)કર્યું છે. બીજા બાળકની માતા બનેલી અભિનેત્રી દિશાએ હજુ સુધી તેના નવજાત બાળકના નામનો ખુલાસો કર્યો નથી. તેમના ભાઈ મયુર વાકાણીએ તેમના ભત્રીજાના જન્મની પુષ્ટિ કરી હતી. દિશા પહેલેથી જ ચાર વર્ષની પુત્રી સ્તુતિ પડિયાની માતા છે, જે સપ્ટેમ્બર 2017 થી ટીવીમાંથી બ્રેક(break)લીધા પછી પ્રથમ વખત માતા બની હતી.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version