Site icon

મૂવી ‘83’ ની રિલીઝ પહેલા સિદ્ધિ વિનાયક પહોંચી દીપિકા પાદુકોણ, લાલ ડ્રેસમાં દેખાતી હતી ખૂબ જ સુંદર; જાણો વિગત, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કબીર ખાન દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ડ્રામા '83' શુક્રવારે રિલીઝ થવા જઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા દીપિકા પાદુકોણ ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ ફિલ્મમાં દીપિકાએ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ કર્યો છે .આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે.બુધવારે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું. તેમાં ફિલ્મમાં અભિનય કરનારા કલાકારો તેમજ 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓનો સમાવેશ થતો હતો. દીપિકા પણ ખૂબ જ ગોર્જિયસ લુકમાં સ્ક્રીનિંગમાં પહોંચી હતી. 

દીપિકા પાદુકોણ 23 ડિસેમ્બર, ગુરુવારે સિદ્ધિવિનાયકનામંદિર માં પહોંચી હતી. અહીં તેણે પોતાની ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માંગ્યા. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની દરેક ફિલ્મની સફળતા માટે ચોક્કસપણે સિદ્ધિ વિનાયકના મંદિર માં જાય છે.આ દરમિયાન દીપિકા પાદુકોણે લાલ સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ પોતાને સિમ્પલ લુકમાં રાખ્યો હતો. હળવા મેકઅપમાં પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

માધુરીએ શરૂ કર્યું ઓનલાઈન ડાન્સ કોન્ટેસ્ટ, કલાકારો આ રીતે કરી શકે છે અપ્લાય; જાણો ક્યારે શરુ થશે સ્પર્ધા

આ ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની વાર્તા છે. આ ફિલ્મનો મીડિયા રિવ્યુ સામે આવ્યો છે. જેમાં બધાએ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે.દીપિકા અને રણવીર સિંહ 2018માં લગ્ન કર્યા બાદ પહેલીવાર સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version