Site icon

વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર છે બોલિવૂડ ની આ અભિનેત્રી,બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના જ્યુરીનો ભાગ

News Continuous Bureau | Mumbai

કાન્સ  ફિલ્મ ફેસ્ટિવલને (Cannes film festival) લઈને ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા મંગળવારે જ્યુરીની (Jury) જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિલ્મ ફેસ્ટિવલના ૭૫માં એડિશનમાં જ્યુરીનો ભાગ હશે. જ્યારે, ફ્રાન્સના અભિનેતા વિન્સેન્ટ લિન્ડન (vinsent lindn)જ્યુરીના અધ્યક્ષ હશે. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૭ મેથી શરૂ થશે અને ૨૮ મે સુધી ચાલશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અભિનેત્રી રેબેકા હોલ, સ્વીડનની નૂમી રેપ્સ, ઈટાલીથી ફિલ્મ નિર્માતા જાસ્મીન ટર્ન્‌કા, ઈરાનથી અસગર ફરહાદી સામેલ થશે. જ્યારે, અમેરિકાના જેફ નિકોલ્સ અને નોર્વેના જાેઆચિન ટ્રાયરને પણ જ્યુરીનો ભાગ બનાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

૨૦૧૭માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે (Deepika Padukone0 ઈન્સ્ટાગ્રામ (Instagram)પર આ માહિતી આપી હતી. દીપિકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જ્યુરી સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. દીપિકાએ કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત પોતાનો જલવો બતાવ્યો છે, પરંતુ આ વખતે તે જ્યુરી સભ્યની ભૂમિકા ભજવશે. ભારતીય ફિલ્મ નિર્માતા શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ' આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સ્પેશિયલ સ્ક્રીનિંગ સેગમેન્ટમાં પ્રીમિયર થશે. આ સાથે જ ૭૫માં સમારોહમાં હોલીવુડના પ્રખ્યાત મેવરિક અને એલ્વિસ પ્રેસ્લીની બાયોપિક પણ જાેવા મળશે. આ સિવાય પાકિસ્તાનની ફિલ્મ 'જાેયલેન્ડ'ને પણ એન્ટ્રી મળી છે. 

આ સમાચાર પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી બાદ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં થઇ બોલિવૂડના આ અભિનેતા ની એન્ટ્રી, વરિષ્ઠ અધિકારી બની ને કરશે એક્શન

તમને જણાવી દઈએ કે, બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાતી ઐશ્વર્યા રાયે (Aishwarya rai bachchan)2002માં કાન્સ ફેસ્ટિવલમાં શેખર કપૂર (Shekhar Kapoor) સાથે તેની ફિલ્મ 'દેવદાસ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે ડેબ્યૂ કર્યું હતું અને 2003માં જ્યુરીમાં સ્થાન મેળવ્યું હતું. ઐશ્વર્યા આવું કરનારી પ્રથમ ભારતીય મહિલા અભિનેત્રી હતી અને ત્યારથી તે રેડ કાર્પેટ પર છવાયેલી છે. દીપિકા પાદુકોણ અગાઉ બે વર્ષ સુધી MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીની અધ્યક્ષ રહી ચૂકી છે. દીપિકા પહેલા, મૃણાલ સેન, મીરા નાયર, અરુંધતિ રોય, ઐશ્વર્યા રાય બચ્ચન, નંદિતા દાસ, શર્મિલા ટાગોર, શેખર કપૂર અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી વિદ્યા બાલન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીમાં જોડાયા છે.દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ફિલ્મ 'ગહરાઈયા' (Gaheraiyaan)માં જાેવા મળી હતી. જ્યારે, હવે તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને જાેન અબ્રાહમ સાથે 'પઠાણ' (Pathan)માં જાેવા મળશે. આ સાથે તે હૃતિક રોશન સાથે 'ફાઈટર' (Fighter) અને અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન'માં પણ જાેવા મળશે.

Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ
Mahhi Vij Hospitalised: છૂટાછેડા ના સમાચાર વચ્ચે આ બીમારી ના કારણે હોસ્પિટલ માં દાખલ થઇ માહી વિજ
Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું થયું નિધન, 71 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Exit mobile version