Site icon

બોલિવૂડ બાદ હવે સાઉથમાં પોતાનો સિક્કો જમાવવા તૈયાર દીપિકા પાદુકોણ-એસ એસ રાજામૌલીની ફિલ્મમાં આ અભિનેતા સાથે કરશે રોમાન્સ 

News Continuous Bureau | Mumbai

ભારતીય સિનેમાના(Indian cinema) હિટ મશીન કહેવાતા એસએસ રાજામૌલીએ(SS Rajamouli) તાજેતરમાં જ 'RRR' દ્વારા બોક્સ ઓફિસ(box office) પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મની સફળતા બાદ તેણે પોતાના નવા પ્રોજેક્ટ માટે કમર કસી લીધી છે. તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ(Superstar Mahesh Babu) તેની આગામી ફિલ્મમાં જોવા મળવાના છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મ સાથે જોડાયેલ એક અપડેટ સામે આવ્યું છે, જેના કારણે લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, રાજામૌલીની આ ફિલ્મ વિશે ચર્ચા છે કે મહેશ બાબુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા(Lead role) ભજવવાના છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ(Deepika Padukone) પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં હશે કે પછી તેનો કેમિયો હશે. જો રિપોર્ટ્સના દાવા સાચા છે, તો આ પહેલીવાર હશે જ્યારે બંને સ્ટાર્સ એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં તેલુગુ સ્ટાર(Telugu Star) પ્રભાસ (Prabhas) સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ 'પ્રોજેક્ટ કે(Project K)' છે. ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. ફિલ્મમાં બંને સિવાય અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે.

આ સમાચાર પણ વાંચો :  જયા બચ્ચન પર ફૂટ્યો ઉર્ફી જાવેદ નો ગુસ્સો-પીઢ અભિનેત્રી વિશે કહી આટલી મોટી વાત

વર્ક ફ્રન્ટની(work front) વાત કરીએ તો વર્ષ 2021માં દીપિકા છેલ્લે ફિલ્મ 'ગહેરાઇયાં'માં જોવા મળી હતી. બીજી બાજુ, તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફરી એકવાર મોટા પડદા પર ધમાલ કરતી જોવા મળશે. કિંગ ખાનની સાથે પઠાણમાં(Pathan) પણ તેની મહત્વની ભૂમિકા છે. આ સિવાય તે સર્કસ અને જવાનમાં પણ કેમિયો કરતી જોવા મળી શકે છે.

 

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version