Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી વિધાનસભામાં‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ની હાંસી ઉડાવવામાં આવી, ખડખડાટ હસ્યા કેજરીવાલ. કહ્યું ટેક્સ ફ્રી શેનું અને વાત કેવી. સોશ્યલ મિડીયા પર બબાલ થઈ. જુઓ કેજરીવાલનો વિડીયો.

News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ ત્યારથી દર્શકોની પહેલી પસંદ બની રહી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની કમાણી ચાલુ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, આ ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે.આ ફિલ્મને મોટાભાગના રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તેમજ  હજુ પણ ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીએ ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Channel

 

વાત એમ છે કે, અરવિંદ કેજરીવાલે ગુરુવારે વિધાનસભામાં ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વિધાનસભા સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ ને કરમુક્ત કરવાની માંગને બદલે યુટ્યુબ પર મુકવી જોઈએ. કેજરીવાલે કહ્યું, 'તમે ટેક્સ ફ્રી કેમ કરી રહ્યા છો? અરે તેને યુટ્યુબ પર મુકો તે ફ્રી થઇ જશે. જો તમને આટલો જ શોખ હોય તો, વિવેક અગ્નિહોત્રીને કહો તે તેને  યુટ્યુબ પર મૂકી દેશે. બધી મુવી મફત છે. બધા જોશે. ટેક્સ ફ્રીની શું જરૂર છે? તેમણે કહ્યું કે કોઈએ કાશ્મીરી પંડિતના નામે કરોડો કમાયા અને ભાજપને પોસ્ટર લગાવવાનું કામ આપ્યું.અરવિંદ કેજરીવાલે આ પ્રતિક્રિયા એવા સમયે આપી જ્યારે બીજેપીના દિલ્હી યુનિટના અધ્યક્ષ એ ધ કાશ્મીર ફાઇલ્સ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ‘RRR’ નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો કોણે આપ્યા રાજામૌલીની ફિલ્મને 5 સ્ટાર

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ફિલ્મને હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.હોળીના અવસરે રીલિઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ બચ્ચન પાંડે સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મને પણ પાછળ છોડી દીધી હતી. કાશ્મીર ફાઈલ્સની સામે, બચ્ચન પાંડેની હાલત અત્યાર સુધી ખરાબ હતી. આ ફિલ્મ અત્યાર સુધી 50 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી.

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version