Site icon News Continuous Bureau | Mumbai

બ્રહ્માસ્ત્ર ના નિર્માતાઓ માટે સારા સમાચાર-દિલ્હી હાઈકોર્ટે ફિલ્મને લઈને આપ્યો આ ચુકાદો 

News Continuous Bureau | Mumbai

કોપીરાઈટ ઉલ્લંઘનના કેસમાં(Copyright case) સ્ટાર ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે(Delhi High court) રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ'ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ(streaming) પર પ્રતિબંધ(banned) મૂક્યો છે. સ્ટાર ઈન્ડિયાએ(Star India) તેની અરજીમાં કહ્યું હતું કે આ એક એવો ઉદ્યોગ છે જેમાં ફિલ્મને પહેલા થિયેટરના અનુભવ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને પછી તેને વિવિધ માધ્યમો પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Join Our WhatsApp Channel

યાચિકા માં કહેવામાં આવ્યું છે કે વ્યાપારી દૃષ્ટિકોણથી, કોઈપણ ફિલ્મ માટે થિયેટરમાં રિલીઝ(theater release) થવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો નફો આ સમયગાળા દરમિયાન મળેલી લોકપ્રિયતા અને સફળતા પર આધારિત છે. સ્ટાર ઈન્ડિયાએ કહ્યું કે આવી વેબસાઈટ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેની નકલો બનાવે છે અને તેને અલગ-અલગ માધ્યમથી લોકોને ઉપલબ્ધ કરાવે છે, જેના કારણે બિઝનેસને(business) અસર થાય છે.કોર્ટે આ અરજી પર ચુકાદો આપતાં આગામી સુનાવણી સુધી આ તમામ વેબસાઈટને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ની હોસ્ટિંગ, સ્ટ્રીમિંગ, પોસ્ટિંગ, બતાવવા, જોવા, ડાઉનલોડ (download)કરવા અથવા ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવા અને તેને જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ સાઈટ્સ, ઈન્ટરનેટ કે અન્ય કોઈ માધ્યમથી ફિલ્મને પાઈરેટ(pairated) કે લીક(leak) કરી શકશે નહીં. 

આ સમાચાર પણ વાંચો : ફક્ત મહિલાઓ માટે ગુજરાતી ફિલ્મના શૉ બે સપ્તાહ બાદ પણ દર્શકોથી હાઉસફૂલ- ફિલ્મના કલાકારોએ દર્શકોને થીયેટરમાં સરપ્રાઈઝ આપતો વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રિલીઝ(Brahmastra release) થઈ રહી છે.અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે અને તેને અત્યાર સુધીની બોલીવુડની સૌથી મોટી VFX ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવી રહી છે.

 

Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Anupam Kher Cast in Ramayana નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં અનુપમ ખેરની એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા..
Exit mobile version