બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાને 5G ટેસ્ટિંગ અંગે હાઇકોર્ટમાં અરજી કરવી ભારે પડી છે.
5G ટેકનીક સામે અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાથે 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી ફગાવતા કહ્યું કે અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કર્યો છે.
આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય રાખવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જુહી ચાવલાએ દેશમાં 5 જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરૂધ્ધ ગત સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિઓ, તથા નાના જીવો પર રેડિએશનની અસર સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો