Site icon

જ્યારે સુરૈયા પાણીમાં ડૂબી રહી હતી ત્યારે આ અભિનેતાએ તેને બચાવી હતી, પછી થયો પ્રેમ અને ડાયમંડની રિંગ ગિફ્ટમાં આપીને પ્રપોઝ કર્યું હતું; જાણો ફિલ્મ સ્ટાર સાથેની ફિલ્મી પ્રેમકહાની

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

દેવ આનંદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હૅન્ડસમ અભિનેતા હતા, જેમના માટે છોકરીઓ પોતાનો જીવ આપી દેતી હતી. દેવસાહેબની એક ઝલક મેળવવા માટે છોકરીઓ રાહ જોતી હતી. 26 સપ્ટેમ્બર, 1923ના રોજ શંકરગ, પંજાબ (હાલ પાકિસ્તાન)માં જન્મેલા દેવ આનંદને કાળાં કપડાં પહેરીને ઘરની બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી હોવાનું કહેવાય છે. તે કાળા કોટમાં એટલા આકર્ષક લાગતા હતા કે છોકરીઓ છત પરથી કૂદી પડતી હતી.

દેવ આનંદનાં માતાપિતાએ તેમના પુત્રનું નામ ધર્મદેવ પિશોરીમલ આનંદ રાખ્યું હતું. બાદમાં ફિલ્મી દુનિયામાં તેઓ દેવ આનંદ તરીકે જાણીતા થયા. લગભગ 6 દાયકા સુધી હિન્દી ફિલ્મ ઉદ્યોગનો હિસ્સો રહેલા દેવ આનંદ ફિલ્મોમાં આવતાં પહેલાં મુંબઈમાં એક ઍકાઉન્ટન્સી ફર્મમાં કામ કરતા હતા.

દેવ આનંદ, જેના પર લાખો છોકરીઓ મરવા માટે તૈયાર હતી, તેઓ સુરૈયાને પ્રેમ કરતા હતા. 1948માં દેવ અને સુરૈયાની પહેલી મુલાકાત ફિલ્મ 'વિદ્યા'ના સેટ પર થઈ હતી. સુરૈયાની સુંદરતા અને સાદગીથી દેવ આનંદ પ્રભાવિત થયાં હતાં. સુરૈયા પણ હૅન્ડસમ અભિનેતાના પ્રેમમાં પડી ગઈ. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, દેવ આનંદે એક વખત કહ્યું હતું કે 'એક ફિલ્મના ગીતનું શૂટિંગ તળાવમાં કરવામાં આવી રહ્યું છે. અમે હોડીમાં બેઠાં હતાં, ત્યારે અચાનક સુરૈયા સરકી ગઈ અને પાણીમાં પડી ગઈ. મેં તેમને પાણીમાં કૂદીને ડૂબવાથી બચાવી. હા, હું સુરૈયાને પ્રેમ કરતો હતો. આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ પ્રેમ એ વ્યક્તિના જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે. 

સુરૈયાએ આ વિશે પણ કહ્યું હતું કે, 'જ્યારે દેવે મને ડૂબવાથી બચાવી, ત્યારે મેં કહ્યું કે જો તમે ન હોત તો મારું જીવન બચી શકત નહીં, આના પર દેવ આનંદે કહ્યું કે જો તમારું જીવન ના હોત તો મારું જીવન પણ ના હોત. અમે બંને પ્રેમમાં પડ્યાં.એવું કહેવાય છે કે દેવ આનંદે એ સમયે સુરૈયાને ત્રણ હજાર રૂપિયાની કિંમતની હીરાની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું.

દેવ આનંદ અને સુરૈયા એકબીજાના પ્રેમમાં હતાં, પરંતુ તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ હતા. ખાસ કરીને સુરૈયાની નાની. તેમણે સુરૈયાના હિન્દુ છોકરા સાથેના સંબંધને મંજૂરી આપી ન હતી. એક વાર બન્નેએ ઘરેથી ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ નાનીને એના વિશે ખબર પડી ગઈ. કહેવાય છે કે સુરૈયા હિંમત ન કરી શક્યાં અને આ રીતે આ સંબંધનો અંત આવ્યો.

અંતરિક્ષમાં પૉર્ન રૅકેટ : એલન મસ્કના રૉકેટથી પૉર્ન સ્ટાર અંતરીક્ષમાં જશે અને બ્લૂ ફિલ્મ બનશે

દેવ આનંદે લાંબા સમય બાદ કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યાં. દેવ અને કલ્પનાને સુનીલ આનંદ અને દેવીના આનંદ નામનાં બે બાળકો હતાં. લાંબા સમય સુધી દરેકનું મનોરંજન કર્યા પછી 3 ડિસેમ્બર, 2011ના રોજ દેવસાહેબે વિશ્વને અલવિદા કહ્યું.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version