Site icon News Continuous Bureau | Mumbai

શું રેખાએ ગુપ્ત રીતે વિનોદ મહેરા સાથે લગ્ન કર્યાં હતાં? અભિનેતાની પુત્રીએ આ રીતે આપ્યો જવાબ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિનોદ મહેરા અને રેખાના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં, પરંતુ વિનોદ મહેરાની માતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી અને રેખાને પુત્રવધૂ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એવા અહેવાલ પણ હતા કે વિનોદ મહેરાની માતા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે રેખા પર ચંપલ પણ ફેંકી હતી. રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યાં હતાં કે નહીં એ અંગે રેખાએ ક્યારેય કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે વિનોદ મહેરાની પુત્રી અને અભિનેત્રી સોનિયા મહેરાએ આ અંગે ખૂલીને વાત કરી હતી. વિનોદ મહેરાનો રેખા સાથે શું અને કેવી રીતે સંબંધ હતો એના પર સોનિયાએ ઘણું કહ્યું હતું.

વિનોદ મહેરાની પુત્રી સોનિયા મહેરાએ કહ્યું હતું કે, 'આ પ્રશ્ન પર હું કશું કહી શકતી નથી કે તેમણે લગ્ન કર્યાં હતાં કે નહીં! કારણ કે મને આ વિશે ખબર પણ નથી. આ બધી વસ્તુઓ ત્યારે થઈ જ્યારે હું જન્મી પણ ન હતી. હું દોઢ વર્ષની હતી ત્યારે તેઓ ગુજરી ગયા હતા. મને આ અંગે ટિપ્પણી કરવાનો પણ કોઈ અધિકાર નથી. મારા મતે તે બંને ખૂબ સારા મિત્રો હતા. તેઓ એકબીજાના ખૂબ નજીકના મિત્રો હતા.

અનન્યાએ છીનવી લીધો જાહ્નવીનો પ્રેમ! કઈ રીતે જાણો અહીં

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા મહેરાએ કહ્યું હતું કે, 'હું રેખાજીને 3-4 વખત મળી છું. જ્યારે અમે એકબીજાને જોયાં, અમે ઉત્સાહથી એકબીજાને ગળે લગાવ્યાં. ઘણી વખત અમે સામાજિક કાર્યોમાં પણ મળ્યાં છીએ. તેઓ એવી સ્ત્રી છે જે ખૂબ જ સુંદર અને રસપ્રદ છે, હું આજ સુધી તેમના જેવી કોઈ સ્ત્રીને મળી નથી.

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version