દિલીપ કુમારને એકવાર ફરીથી શ્વાસ લેવામાં તકલીફને કારણે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ હાલ દિલીપ કુમારની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે.
98 વર્ષીય દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગઈકાલે બપોર પછી તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે આ મહિને એટલે કે 6 જૂને હિન્દુજા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.