Site icon

ક્રૂઝ બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં NCBની છાપામારી બાદ હાથ લાગ્યો ડ્રગ્સ સપ્લાયર : ક્રૂઝમાં પકડાયેલા લોકો આવી જગ્યાએ છુપાવીને લાવ્યા હતા ડ્રગ્સ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર 
મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર છાપો મારીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બૉલિવુડ બાદશાહ શાહરુખના પુત્ર આર્યન ખાન સહિત અન્ય 3ની ઘરપકડ કરીને સપાટો બોલાવ્યો હતો. એ બાદ NCBએ રવિવારે મોડી રાતે મુંબઈના બાંદરા, અંધેરી, લોખંડવાલા જેવા વિસ્તારમાં છાપો મારીને એક ડ્રગ્સ સપ્લાયરને દબોચી લીધો હતો.
શાહરુખ ખાનના પુત્ર આર્યનને જામીન મળે એ માટે તેમના વકીલે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે સવારના કોર્ટમાં રજૂ કરાતાં આર્યન સહિતના 3 લોકોની રિમાન્ડને 4 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.

જો 10 નવેમ્બર 2021 સુધી આ કાયદો અમલમાં નહીં મૂક્યો તો દેશભરના લાખો વેપારીઓ 15 નવેમ્બર બાદ લેશે આ પગલું; જાણો વિગત.

Join Our WhatsApp Community

આ દરમિયાન NCBના અધિકારીના જણાવ્યા મુજબ ક્રૂઝ પર રેવ પાર્ટીની ટિપ મળ્યા બાદ શનિવારે જ NCBના અધિકારીઓ ક્રૂઝ પર પહોંચી ગયા હતા. છાપામારી દરમિયાન અમુક લોકો પાસેથી નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા, તો અમુક શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી. એમાં અમુક લોકોએ પોતાનાં કપડાંમાં, અન્ડરગાર્મેન્ટ અને મહિલાઓએ પોતાના પર્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. આર્યન અને દોસ્ત અરબાઝ મર્ચન્ટની તલાશી લેવામાં આવી હતી. એમાં આર્યને પોતાના આઇ લેન્સની ડબ્બીમાં તો અરબાઝે પોતાના શૂઝમાં ડગ્સ છુપાવેલું મળ્યું હતું. પાર્ટીમાં જોડાયેલા અન્ય લોકોમાં અમુક લોકોએ તો સેનેટરી પેડ્સની સાથે જ મેડિકલ બૉક્સમાં  છુપાવ્યું હોવાનું જણાયું હતું.
આર્યન ડ્રગ્સ પેડલરના કૉન્ટૅક્ટમાં હોવાનું તેના ફોનના વ્હોટ્સઍપ ચેટ પરથી NCBને તપાસમાં જણાયું હતું.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version