Site icon News Continuous Bureau | Mumbai

જેકલીન ફર્નાન્ડીઝ ની મુશ્કેલી વધી, EDએ કરી મોટી કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેત્રી હાલ તો મોટી મુશ્કેલીમાં જાેવા મળી રહી છે કારણ કે ઈડી (ED)ના જણાવ્યા મુજબ જેકલીન (Jacqueline Fernandez)વિરુદ્ધ આ તો શરૂઆતની કાર્યવાહી છે. કેસમાં તે હજુ પણ વધુ ફસાઈ શકે છે. વધુ સંપત્તિ જપ્ત થઈ શકે છે. ઈડી છેલ્લા એક વર્ષથી આ મામલે તપાસ કરી રહી છે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ(Jacqueline Fernandez) મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. જબરદસ્તીથી વસૂલી કેસમાં ઈડીએ અભિનેત્રી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જેકલીનની ૭.૨૭ કરોડની સંપત્તિ જપ્ત(property seize) કરી છે.

Join Our WhatsApp Channel

આ અટેચ્ડ સંપત્તિમાં જેકલીનની ૭.૧૨ કરોડની ફિક્સ ડિપોઝિટ (FD) પણ સામેલ છે. પ્રોપર્ટી અને ભેટ જેકલીનને સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar)આપેલા હતા.  ઈડીના જણાવ્યાં મુજબ પકડમાં આવેલો ઠગ સુકેશ ચંદ્રશેખરે વસૂલીના પૈસાથી જેકલીનને ૫.૭૧ કરોડની ભેટ આપી હતી. સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને પણ પૈસા મોકલાવ્યા હતા. સુકેશ સાથેના જેકલીનના અંગત પળના(Private photos) ફોટા પણ વાયરલ થયા છે. સુકેશે દિલ્હીની (Delhi) જેલમાં હતો ત્યારે એક મહિલાના ૨૧૫ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારબાદ તેણે જેકલીનને આ જ પૈસામાંથી કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં હીરાના દાગીના, ૫૨ લાખનો ઘોડો વગેરે સામેલ છે. 

આ સમાચાર પણ વાંચો : શું ફરી વાર લગ્ન કરશે કરિશ્મા કપૂર? આ પ્રશ્ન નો અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

તમને જણાવી દઈએ કે,સુકેશ (Sukesh Chandrashekhar) પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. જેકલીને (Jacqueline Fernandez) EDની પૂછપરછમાં કહ્યું હતું કે હું સુકેશ ચંદ્રશેખરને શેખર રત્ન વેલાના નામથી ઓળખું છું. જેક્લિને કહ્યું હતું કે ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 સુધી સુકેશે ઘણી વખત મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મેં તેના ફોન નો જવાબ આપ્યો નહીં. જેકલીનની બહેનને 1.5 લાખ યુએસ ડોલરની લોન આપવા ઉપરાંત સુકેશે તેના ભાઈ વોરેનના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version