મહારાષ્ટ્રમાં વિવિધ મામલે તપાસ કરી રહેલી ઈડીની હવે બાજનજર બૉલિવુડ પર પણ છે.
ગત મહિને લગ્ન કરનારી પ્રસિદ્ધ અભિનેત્રી યામી ગૌતમને ઈડીએ સમન્સ મોકલ્યા છે.
આગામી અઠવાડિયે પૂછપરછ માટે ઈડીની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)નું ઉલ્લંઘન કરવાનો તેના પર આરોપ છે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી યામીને આ પ્રકરણમાં બીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું છે. અગાઉ અભિનેત્રીને ગત વર્ષે સમન મોકલવામાં આવ્યું હતું, પરંતુ કોવિડના કારણે પૂછપરછ માટે જઈ શકી નહોતી.
ઉત્તરાખંડના રાજકરણમાં ઉથલ પાથલઃ સીએમ તીરથ સિંહ રાવતે આપ્યું રાજીનામુ, ચાર મહિના પહેલા જ લીધા હતા શપથ
