ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. ત્યારે હાલ બોલિવૂડમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
કરીના કપૂર, અર્જુન કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુર બાદ ફિલ્મ નિર્માતા એકતા કપૂર કોરોના સંક્રમિત થઈ છે.
એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ચાહકો સાથે તેના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી શેર કરી છે.
તેણે લખ્યુ કે, કોરોના નિયમોનુ પાલન કરવા છતા હું કોરોના પોઝિટિવ આવી છુ, આ સાથે વિનંતી કરી છે કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત
