Site icon

આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

વહીવટી તંત્રની ભૂલથી ગરીબના ઘરે આવતા વીજળીનું બિલ છોડી દો, તો વીજળીનું બિલ માણસની સ્થિતિ દર્શાવે છે. કોઈ વ્યક્તિ કેટલી ધનિક  છે એનો અંદાજ તેના ઘરે આવતા વીજળીના બિલ પરથી લગાવી શકાય છે. એ જ રીતે આપણા બૉલિવુડ સ્ટાર્સ કેટલા ધનિક છે અથવા તેઓ એક મહિનામાં કેટલી કમાણી કરે છે એ જાણવા માટે તમારે તેમના ઘરે આવતું વીજળીનું બિલ જોવું જોઈએ. તમારા સપનાના ઘર જેટલી જ કિંમતનું વીજળીનું બિલ આ સિતારાઓના ઘરે આવે છે. તેના ઘરે આવતા વીજળીનું બિલ જોઈને તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે તેમની જીવનશૈલી કેટલી મોંઘી છે. ચાલો એક નજર કરીએ બૉલિવુડ સ્ટાર્સના ચોંકાવનારા વીજળીના બિલ પર. 

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું ઘર મુંબઈના જુહુમાં છે. તેમનું ઘર 'જલસા' તરીકે પ્રખ્યાત છે. તેમના ઘરે 22 લાખ રૂપિયાનું વીજળીનું બિલ આવે છે.

શાહરુખ ખાન

કિંગ ખાન એક મહિનામાં વીજળી પાછળ માત્ર 43 લાખ રૂપિયા ખર્ચે છે. આ ખાલી તેના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા 'મન્નત' બંગલાનું વીજળીનું બિલ છે.

સલમાન ખાન

બૉલિવુડના ‘દબંગ’ સલમાન ખાન બાંદ્રાસ્થિત તેના ગૅલેક્સી ઍપાર્ટમેન્ટ માટે એક મહિનામાં 23 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ચૂકવે છે.

આમિર ખાન

બૉલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન મુંબઈમાં બાંદ્રામાં બેલા વિસ્ટા ઍપાર્ટમેન્ટમાં રહે છે. તેના ઘરે 9 લાખનું વીજળીનું બિલ આવે છે.

દીપિકા પાદુકોણ

લાખો દિલો પર રાજ કરનારી દીપિકા પાદુકોણ પોતાના ઘર માટે વીજળી પાછળ 13 લાખ ખર્ચે છે.

સૈફ અલી ખાન

બૉલિવુડનો નવાબ સૈફ અલી ખાનની નવાબગીરી પણ તેના ઘરે આવતાં વીજળીના બિલ પર દેખાય છે. નવાબસાહેબ પોતાના ઘરની વીજળી પાછળ 30 લાખ રૂપિયા ખર્ચે છે.

રણબીર કપૂરની દુલ્હનિયા બનશે આલિયા ભટ્ટ? ઍક્ટ્રેસની માતા સોની રાઝદાને આપ્યો આ જવાબ; જાણો વિગત

 

Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર
TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર
Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો
Exit mobile version