Site icon News Continuous Bureau | Mumbai

શું ઇમરાન હાશ્મી ‘ટાઇગર 3’માં જોવા મળશે? અભિનેતાની આ પોસ્ટ જોઈને ચાહકો ચોંકી ગયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

ઇમરાન હાશ્મીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તે 'ટાઇગર 3'નો ભાગ નથી. તેણે હજી સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી, ત્યારે ચાહકોને આઘાત લાગ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે તેના વિશે વાત કરીશું. જ્યારે પહેલાં એવા અહેવાલો હતા કે સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે, પરંતુ હવે અપડેટ છે, જે ચાહકો જાણીને ખુશ થશે. વાસ્તવમાં ઇમરાન હાશ્મીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જે દર્શાવે છે કે તે 'ટાઇગર 3'નો ભાગ છે. 

ઇમરાન હાશ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક તસવીર શૅર કરી છે, એમાં તે ફ્લાઇટમાં બેસીને ચહેરા પર માસ્ક અને ગોગલ્સ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું : Catching a red eye flight to ����!' ઇમરાન હાશ્મીની આ પોસ્ટ જોઈને ચાહકો ઉત્સાહિત છે અને પૂછે છે કે શું તે 'ટાઇગર 3'ના શૂટિંગ માટે તુર્કી જઈ રહ્યો છે?

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં એક મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે ઇમરાન હાશ્મીને 'ટાઇગર 3'માં સલમાન સાથે શૂટિંગ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહેલું કે તમને કોણે કહ્યું કે મેં તેનું શૂટિંગ કર્યું છે? લોકો ખુદ આવી વાતો કહી રહ્યા છે, પરંતુ ફિલ્મનું કોઈ શૂટિંગ કરવામાં આવ્યું નથી. હું આ ફિલ્મનો ભાગ નથી. મને ખબર નથી કે લોકો આવી વાતો કેમ કરે છે. મેં ક્યારેય આવું કોઈ નિવેદન આપ્યું નથી અને ક્યારેય કહ્યું નથી કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. 

નહેરુ-ગાંધી પરિવાર પરના 'બદનક્ષીભર્યા' વીડિયો માટે પાયલ રોહતગી વિરુદ્ધ FIR; જાણો શું છે સમગ્ર મામલો

ઇમરાને તો એમ પણ કહ્યું હતું કે તે નકારશે નહીં કે તે 'ટાઇગર 3'નો ભાગ નથી અને ન તો તેને હા કહે છે. તે યોગ્ય સમય આવશે ત્યારે જ તેના વિશે વાત કરશે. તમને જણાવી દઈએ કે મનીષ શર્મા 'ટાઇગર 3'નું નિર્દેશન કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઇમરાન હાશ્મી ફિલ્મમાં પાકિસ્તાની ISI જાસૂસની ભૂમિકામાં જોવા મળશે.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version