Site icon News Continuous Bureau | Mumbai

શિલ્પા શેટ્ટી અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાનો આરોપ; ઉત્તર પ્રદેશની પોલીસ મુંબઈ પહોંચી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પતિ રાજ કુન્દ્રાનો મામલો હજી પત્યો નથી કે શિલ્પા અને તેની માતા ઉપર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. વાત એમ છે કે શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટીની વિરુદ્ધમાં લખનઉના હઝરત ગંજ અને વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં બે FRI નોંધવામાં આવી છે. ત્યાર બાદ લખનઉ પોલીસે આ મામલાની તપાસ ઝડપી કરી દીધી છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી પર વેલનેસ સેન્ટરના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાનો આરોપ છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી ઉપર એવો આરોપ છે કે વેલનેસ સેન્ટરની બ્રાન્ચ ખોલવાના નામ પર બન્નેએ લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. પૈસા લઈને પણ ઍક્ટ્રેસ અને તેની માતાએ કમિટમેન્ટ પૂરું નથી કર્યું. આ આરોપની વધુ તપાસ માટે લખનઉ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ચૂકી છે અને બીજી ટીમ આજે મુંબઈ માટે રવાના થશે. લખનઉ પોલીસ જલદી જ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની ઠગાઈના મામલામાં પૂછતાછ કરશે.

‘બેલ બૉટમ’ના ગીત ‘મરજાવા’ પર લાગ્યો ચોરીનો આરોપ, જાણો વિગત

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version