Site icon

બોલિવૂડ નો આ અભિનેતા આવ્યો કોરોના ની ઝપેટમાં, પોસ્ટ શેર કરી આપી માહિતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ વાયરસના કારણે ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે, તો બીજી તરફ બોલિવૂડ સેલેબ્સના કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી રહી છે. હવે અભિનેતા ફરદીન ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેના કોરોના પોઝિટિવ હોવા અંગે એક પોસ્ટ શેર કરી છે.

ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી, અભિનેતાએ કહ્યું કે તેને પોતાની જાત ને બધાથી અલગ કરી દીધો છે. ફરદીન ખાને ટ્વિટર પર પોસ્ટ શેર કરી અને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સદભાગ્યે મને કોઈ લક્ષણો નથી. આ વાયરસમાંથી સાજા થઈ રહેલા તમામ લોકોને મેં મારા સંદેશા મોકલ્યા છે. બાકી આરામ કરો. અભિનેતાએ આગળ લખ્યું, "જો સહેજ પણ શંકા હોય, તો તમારો કોવિડ ટેસ્ટ કરવાનું ચાલુ રાખો, કારણ કે આ પ્રકાર બાળકોને પણ ઝડપથી ચેપ લગાડે છે અને તેમને ખૂબ જ મર્યાદિત માત્રામાં દવા આપી શકાય છે." હેપી આઇસોલેશન.

ધનુષના આ કૃત્યને કારણે ઐશ્વર્યા રજનીકાંતે તોડ્યો સંબંધ!! સાચું કારણ આવ્યું સામે ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, ફરદીન ખાને વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અંગન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જે બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. તે છેલ્લે 2010માં આવેલી ફિલ્મ દુલ્હા મિલ ગયામાં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. આ પછી તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી અને લંડન ચાલ્યા ગયા.ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરદીન ખાન ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ તેના પિતા ફિરોઝ ખાનનો વારસો સંભાળી રહ્યો છે. વાસ્તવમાં ફિરોઝ ખાને બેંગ્લોરમાં ફાર્મહાઉસ લીધું હતું. જેમાં તે ઘોડા રાખતો હતો અને ફરદીન આ ફાર્મહાઉસની સંભાળ રાખે છે.

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ
Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર
Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?
Exit mobile version