Site icon

વિકી-કેટરિના પછી ફરહાન અખ્તર-શિબાની દાંડેકર પણ લગ્ન માટે તૈયાર,! આ મહિને કરશે ભવ્ય લગ્ન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તર ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે અભિનેત્રી અને મોડલ શિબાની દાંડેકરને લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે. હવે સમાચાર આવ્યા છે કે બંને માર્ચ 2022માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, ફરહાન અને શિબાની એક ભવ્ય લગ્નનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ કોરોના વાયરસે આ યોજનાઓને બરબાદ કરી દીધી.કોરોનાથી બગડતા વાતાવરણને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરહાન અને શિબાની પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં જ લગ્ન કરશે.

સમાચારો અનુસાર, બંને ઘણા સમય પહેલા લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કોરોના વાયરસના કારણે તેઓએ તેમના લગ્નની તારીખ સ્થગિત કરવી પડી હતી. પરંતુ હવે ફરી ફરહાન-શિબાની કોરોનાને કારણે તેમના લગ્ન મુલતવી રાખવા માંગતા નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ લગ્ન માટે મુંબઈમાં 5 સ્ટાર હોટેલ બુક કરાવી છે અને લગ્નની બાકીની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. અહેવાલ છે કે ફરહાન અને શિબાની તેમના લગ્નના ખાસ અવસર પર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા પોશાક પહેરવા જઈ રહ્યા છે. આ માટે આ બંને પેસ્ટલ કલર પસંદ કરવામાં આવ્યા છે.

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં કોરોના નો કહેર યથાવત, હવે ટીવી ની આ અભિનેત્રી થઇ કોરોના પોઝિટિવ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, શિબાની સાથે ફરહાનના આ બીજા લગ્ન હશે. આ પહેલા તેણે વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2016માં બંનેએ એકબીજાથી છૂટાછેડા લીધા હતા. તેમને બે દીકરીઓ અકીરા અને શાક્યા પણ છે.તમને જણાવી દઈએ કે ફરહાન અને શિબાની છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. શિબાની દાંડેકર ટેટૂમાં ફરહાનના નામનું ટેટૂ પણ તેની પીઠ પર છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શન અને તહેવારોમાં હાજરી આપે છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version